ગુજરાત

gujarat

ETV Bharat / city

ગેરરીતિ-લડત-તપાસ-જીત...! બિન સચિવાલય પરીક્ષા રદ, ઉમેદવારોમાં આનંદો... - latestgandhinagarnews

ગાંધીનગર : 17 નવેમ્બરના રોજ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા બિન સચિવાલયની પરીક્ષા લેવામાં આવી હતી. તેમાં ગેરરીતિના કિસ્સાઓ સામે આવ્યા હતા. જેને લઈ વિદ્યાર્થીઓએ આંદોલન યુવરાજ સિંહના નેતૃત્વમાં શરુ કર્યુ હતુ. જે બાદ કોંગ્રેસે પણ પરીક્ષાની ગેરરીતિના પુરાવા આપ્યા હતા.

binsachivalay-exam-cancelled-government-declare
ગેરરીતિ-લડત-તપાસ-જીત...! બિન સચિવાલય પરીક્ષા રદ, પરીક્ષાર્થીઓમાં આનંદો...

By

Published : Dec 16, 2019, 7:55 PM IST

Updated : Dec 16, 2019, 11:14 PM IST

બિનસચિવાલય ક્લાર્કની પરીક્ષામાં ગેરરીતિ થઈ હોવાના અહેવાલો બાદ સરકારે (SIT)ની રચના કરી હતી. જેના રિપોર્ટ બાદ ગુજરાત સરકારે મોટો નિર્ણય લીધો છે. સરકારે આ પરીક્ષા રદ કરવાનો નિર્ણય લીધો છે. ઉમેદવારોના ઉગ્ર વિરોધને કારણે મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ (SIT)ની રચના કરવાની જાહેરાત કરી હતી.

આ ટીમને વિદ્યાર્થીઓએ 10 મોબાઈલ આપ્યા હતા. જેમાં સીસીટીવામાં ગેરરીતિના દ્રશ્યો જોવા મળ્યા હતા. તમામ રિપોર્ટના અંતે વિજય રૂપાણીને એસ.આઈ.ટી.એ અહેવાલ આપ્યો. આજે સરકારે આ રિપોર્ટને ધ્યાનમાં રાખી બિન સચિવાલયની પરીક્ષા રદ કરવાનો નિર્ણય કર્યો છે. આ ઉપરાંત જે વિદ્યાર્થીઓ પરીક્ષામાં ચોરી કરી હતી, તે ઉમેદવારો 3 વર્ષ સુધી કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષા આપી શકશે નહીં.

ગેરરીતિની બનાસકાંઠા અને ગીર સોમનાથમાંથી 1-1 જ્યારે સુરેન્દ્રનગર 4 ફરિયાદ નોંધાઈ છે. આ કૌંભાડમાં કોણ કોણ સામેલ છે તેની તપાસ કરાશે અને આરોપીઓ સામે ગુનો નોંધાશે. આ કામ માટે રાજ્યના ATSને પણ જોડવામાં આવશે.

આ સમગ્ર નિર્ણયને લઈ વિદ્યાર્થીઓમાં ખુશીનો માહોલ છે. પરીક્ષાર્થીઓએ ફટાકડા ફોડી સરકારના નિર્ણયને આવકાર્યો છે. સરકાર આ નિર્ણયને સંવેદનશીલ સરકારના સ્લોગન સાથે જોડવાના પ્રયાસમાં છે ત્યારે ગુજરાત કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ પણ પત્રકાર પરિષદ કરી છે. સરકાર પર આરોપોનો તોપમારો ચલાવી આ નિર્ણયને પરીક્ષાર્થીઓ અને સામાન્ય માણસની જીત ગણાવી છે.

Last Updated : Dec 16, 2019, 11:14 PM IST

ABOUT THE AUTHOR

...view details