ગુજરાત

gujarat

ETV Bharat / city

ગાંધીનગર સેકટર-24માં ગણતરીની મિનિટમાં બાઈક ચોરી, ઘટના CCTVમાં કેદ - ગુજરાતીસમાચાર

પાટનગરમાં ધોળા દિવસે ચોરીના બનાવો સામાન્ય બની ગયા છે. તસ્કરો CCTV કેમેરાની પણ પરવા કરતા નથી. સે-24 શ્રીનગર સોસાયટી અંબાજી મંદિરના પાછળના ભાગેથી બાઈક ચોરીની ઘટના બની હતી.

bike
ગાંધીનગર સેકટર-24માં ગણતરીની મિનિટમાં બાઈક ચોરી

By

Published : Aug 11, 2020, 7:44 AM IST

ગાંધીનગર: પાટનગરમાં ધોળા દિવસે ચોરીના બનાવો સામાન્ય બની ગયા છે. તસ્કરો CCTV કેમેરાની પણ પરવા કરતા નથી. સેક્ટર-24 શ્રીનગર સોસાયટી અંબાજી મંદિરના પાછળના ભાગેથી બાઈક ચોરીની ઘટના બની હતી.

આ સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ છે. સેકટર-24માં મોબાઇલ એસેસરીઝની દુકાન ધરાવતા આશિષ મહેન્દ્રભાઈ જોષીએ પોતાની માલિકીનું બાઇક પેશન એક્સપ્રો નંબર GJ-18-CM-6656 ગત 7 ઓગસ્ટે ચોરાઈ ગયું હતું. સાડા ચાર વાગ્યાની આસપાસ ભર બજારે આવેલા એક શખ્સે માસ્ટર કીની મદદથી બાઈક ઉઠાવીને છૂ થયો હતો.

ગાંધીનગર સેકટર-24માં ગણતરીની મિનિટમાં બાઈક ચોરી

ચોરીની સમગ્ર ઘટના પાસેની દુકાનના CCTVમાં કેદ થઈ હતી. પાગલ જેવો દેખાતો અને લગર વગર ચપ્પલ વગર ફરતો એક શખ્સ આમતેમ આંટા મારીને બાઈક પાસે પહોંચે છે. આરોપી માત્ર ગણતરીની જ મિનિટના સમયમાં બાઈકનું લોક ખોલીને બાઈક ચાલૂ કરીને છૂ થઈ જાય છે.

બાઈક ચોરીની આ ઘટનાના બીજા દિવસે પણ આ તસ્કરે સે-24માંથી એક એક્ટિવા ચોરી કરવાનો પ્રયત્ન કર્યો હતો. જો કે, એક્ટિવા માલિક જોઈ જતા તે ભાગી છૂટ્યો હતો. સમગ્ર ઘટના અંગે સે-21 પોલીસને જાણ કરતાં પોલીસે ખાનગી રાહે CCTVના આધારે તપાસ શરૂ કરી હતી.

ABOUT THE AUTHOR

...view details