- નાગેન્દ્રનાથને ઓડિયો વાયરલ થતા બિહાર ભાજપમાં વિવાદ
- સંગઠન મહામંત્રી નાગેન્દ્રનાથને પદ પરથી હટાવી દેવામાં આવ્યા હતા
- ગુજરાત ભાજપના પૂર્વ સંગઠન મહામંત્રી ભીખુ દલસાણીયાને બિહારમાં જવાબદારી સોંપાઈ
પટના : બિહાર વિધાનસભાની ચૂંટણી 2020 (Bihar Legislative Assembly election) પૂર્ણ થયા બાદ ભાજપમાં મોટી ઉથલપાથલ જોવા મળી હતી. હાલ ભાજપ દ્વારા બિહારના સંગઠન મહામંત્રી નાગેન્દ્રનાથને પદ પરથી હટાવી દેવામાં આવ્યા છે. જ્યારે ગુજરાતના ભાજપના પૂર્વ સંગઠન મહામંત્રી ભીખુ દલસાણીયાને બિહારમાં સંગઠન મહામંત્રીનું પદ સોંપવામાં આવ્યું છે.
આ પણ વાંચો:પ્રદેશ ભાજપ સંગઠનના નવા મહામંત્રી રત્નાકર કાર્યકરો સાથે બેઠક યોજીને કાર્યભાર સંભાળશે
દલસાણિયા બિહારના નવા સંગઠન મહામંત્રી
કેન્દ્રીય નેતૃત્વએ ગુજરાતના પૂર્વ સંગઠન મહામંત્રી ભીખુ દલસાણિયાને બિહારના સંગઠન મહામંત્રી બનાવ્યા છે. ઉલ્લેખનીય છે કે, નાગેન્દ્ર નાથ 2011 માં બિહાર આવ્યા હતા. નાગેન્દ્ર નાથે લગભગ 9 વર્ષ સુધી બિહાર ભાજપ માટે સેવા આપી હતી. નાગેન્દ્ર જહાં સવર્ણ જાતિમાંથી આવે છે, જ્યારે ગુજરાતના ભીખુ દલસાણિયા પછાત જાતિમાંથી આવે છે.