- બિગ ડેટા એનાલિસિસ એન્ડ પ્રોસેસિંગ લેબનો શુભારંભ
- રાજ્યની સૌપ્રથમ લેબની સુવિધા પ્રાપ્ત થઈ
- જીટીયુની પ્રથમ લેબ બાપુ નોલેજ કોલેજમાં શરૂ થઈ
- રોજગારીની વ્યાપક તકો સર્જાશે
ગાંધીનગરઃ દેશ અને દુનિયા ટેકનોલોજીના આધારે આગળ વધી રહી છે. જમાનો બદલાઈ રહ્યો છે, ત્યારે હવે ટેકનોલોજી જ આગળના સમયમાં મહત્વનો ભાગ ભજવશે. વાયરો વાળા જૂના ટેલિફોન હવે નેસ્તનાબૂદ થવા આવ્યાં છે. જ્યારે આંગળીના ટેરવે સ્માર્ટ ફોનના આધારે દુનિયાની માહિતી મેળવી શકાય છે. ત્યારે ગાંધીનગર પાસે વાસણમાં આવેલી બાપુ નોલેજ કોલેજમાં આજે જીટીયુ દ્વારા રાજ્યની પહેલી બિગ ડેટા એનાલિસિસ એન્ડ પ્રોસેસિંગ લેબનો જીટીયુના કુલપતિ નવીન શેઠ અને શંકરસિંહ વાઘેલાના હસ્તે શુભારંભ કરવામાં આવ્યો હતો.
- મોટા પ્રમાણમાં ડેટા સંગ્રહની જરૂરિયાત
બિગ ડેટા એનાલિસિસ એન્ડ પ્રોસેસિંગ રિસર્ચ લેબ વિદ્યાર્થીઓને વ્યાપક રોજગારી આપશે, અહીં પ્રથમ લેબનું ઉદ્ઘાટન - Data Analysis and Processing Research Lab
જમાનો બદલાઈ રહ્યો છે, ત્યારે હવે ટેક્નોલોજી જ આગળના સમયમાં મહત્વનો ભાગ ભજવી રહી છે. ગાંધીનગર પાસે વાસણમાં આવેલી બાપુ નોલેજ કોલેજમાં આજે બુધવારે જીટીયુ દ્વારા રાજ્યની પહેલી બિગ ડેટા એનાલિસિસ એન્ડ પ્રોસેસિંગ લેબનો જીટીયુના કુલપતિ નવીન શેઠ અને શંકરસિંહ વાઘેલાના હસ્તે શુભારંભ કરવામાં આવ્યો હતો.
બિગ ડેટા એનાલિસિસ એન્ડ પ્રોસેસિંગ રિસર્ચ લેબ વિદ્યાર્થીઓને વ્યાપક રોજગારી આપશે, અહીં થયો પ્રથમ લેબનો શુભારંભ
સમયની સાથે ઇલેક્ટ્રોનિક ઉપકરણો પણ બદલાતાં જાય છે મોટા પ્રમાણમાં ડેટાને સંગ્રહ રાખવો મુશ્કેલ બનતો હોય છે. દેશ અને દુનિયામાં બનતી ઘટનાઓનો ડેટા પણ મહત્વનો હોય છે. પરિણામે તેને સંગ્રહશક્તિ કરવી કેટલીક બાબતોમાં મુશ્કેલ હોય છે. ડેટાને સંગ્રહિત કરવા માટે નવા-નવા આવતાં ઇલેક્ટ્રોનિક્સ ડિવાઇસનો ઉપયોગ કરવો પડતો હોય છે. ત્યારે વાસણ પાસે આવેલી બાપુ નોલેજ સેન્ટરમાં જીટીયુ દ્વારા ફાળવવામાં આવેલી ગ્રાન્ટમાંથી બિગ ડેટા એનાલિસિસ પ્રોસેસિંગ લેબનો આરંભ કરવામાં આવ્યો હતો.
- જીટીયુ કુલપતિ અને પૂર્વ મુખ્યપ્રધાનની ઉપસ્થિતિમાં શુભારંભ
ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીના કુલપતિ નવીન શેઠ દ્વારા શુભારંભ કરવામાં આવ્યો હતો. તે દરમિયાન બાપુ નોલેજ કોલેજના ટ્રસ્ટી અને રાજ્યના પૂર્વ મુખ્યપ્રધાન શંકરસિંહ વાઘેલા સહિત કોલેજના પ્રિન્સિપાલ અને પ્રોફેસર હાજર રહ્યાં હતાં. કુલપતિએ જણાવ્યું હતું કે, આ લેબનો આરંભ થવાથી રાજ્યના અનેક યુવાનો તેમાં અભ્યાસ કર્યા બાદ રોજગારી મેળવી શકશે. જીટીયુ દ્વારા રાજ્યમાં આ પહેલી લેબ ચાલુ કરવામાં આવી છે. જેમાં એન્જીનિયરિંગ, ફાર્મસી અને હેલ્થ કેર પ્રોફેશન સાથે સંકળાયેલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરીને રોજગારી પણ મેળવી શકશે.