- વડોદરામાં ભાડે મકાન રાખી સાથે રહેતા હતા સચિન - હિના
- સાથે રહેવાનું કહેતા આવેશમાં ગયો સચિન
- સચિનને બરોડા લઈ જઈ ઘટનાનું રીકંસ્ટ્રકશન કરવામાં આવશે
ગાંધીનગર : પેથાપુરની ચકચારી બનેલી ઘટનામાં બાળકને ત્યજી દેવાના કેસમાં શુક્રવારે મોડીરાત્રે પિતાને રાજસ્થાનથી ગાંધીનગર લાવવામાં આવ્યો હતો. પિતાની પુછપરછ કરતાં તેણે સ્વિકાર્યું કે હિના સાથે ખટરાગ થવાના કારણે ઉશ્કેરાઇને તેણે ગળું દબાવીને હિનાની હત્યા કરી નાંખી હતી.
'મારી સાથે રહે' એ બાબતને લઈને બંને વચ્ચે ઝગડો થયો
આરોપી સચિને જણાવ્યું હતું કે યુપીમાં તે પરિવાર સાથે વતન જવાનો હતો. જે અંગે હિનાએ તેને કહ્યું તું હવે મારી સાથે રહે. એ બાબતને લઈને બન્ને વચ્ચે ઝગડો થયો અને તેને આવેશમાં આવી મહેંદીનું ગળું દબાવીને હત્યા કરી નાંખી. જે બાદ મૃતદેહને બેગમાં પેક કરી, રસોડામાં મૂકી તે બાળકને સાથે લઈને ત્યાંથી નિકળી ગયો. ગાંધીનગરમાં આવીને પેથાપુર સ્વામિનારાયણના પગથીયા પર બાળકને મૂકી દીધું. એ જગ્યા પર દૂધ, ઘી લેવા જતો હતો જેથી આ જગ્યા તેના માટે જાણીતી હતી. બાદમાં તે યુ.પી. જવા નીકળ્યો.
2018માં સચિન અને હિના સંપર્કમાં આવ્યા
સચિન દીક્ષિત મહેંદી ઉર્ફે હિના પેથાણી સાથે પ્રેમમાં હતો. એક શો રૂમમાં 2018માં સંપર્કમાં આવ્યા અને ત્યાર બાદ થોડા સમય બાદ વડોદરા ઓઝોન કંપનીમાં સચિને જોબ શરૂ કરી. સચિન અને હિના વડોદરામાં બાપોદ, દર્શન ઓવસીસમાં ભાડે મકાન રાખી રહેવા લાગ્યા. જેમાં સચિન 5 દિવસ વડોદરા અને શનિ, રવિ પરિવાર સાથે ગાંધીનગરમાં રહેતો હતો. જો કે લગ્નનો કોઈ ખુલાસો નથી જેથી લીવ ઈનમાં રહેતા તેવું પ્રાથમિક માહિતી સામે આવી છે . જે બાદ વર્ષ 2020માં શિવાંશનો જન્મ થયો હતો.
સચિને મહેંદીને છુટાછેડા થઈ ગયા હોવાની વાત કહી હતી
પોલીસે વધુમાં જણાવ્યું હતું કે, સચિનનો કોઈ ગુનાહિત ઇતિહાસ નથી. મહેંદીના માતા 10 વર્ષ પહેલાં ગુજરી ગયા હતાં. પિતાએ બીજા લગ્ન કર્યા હતા. તેઓ જૂનાગઢ કેશોદના મૂળ વતની છે. પોલીસે હિનાનો મૃતદેહ કબ્જે કરી લીધો છે. સચિનની પત્ની આ ઘટનાથી અજાણ છે. જો કે હિનાને ખ્યાલ હતો કે તે પરણિત છે પણ સચિનના લગ્ન પહેલાં થઈ ગયા હતા અને હાલ છુટાછેડા થઈ ગયા છે, તેમ કહીને સચિને મહેંદી સાથે સંબંધ બનાવ્યા હતા. શિવાંશનો જન્મ 10-12-2020ના રોજ બોપલની એક ખાનગી હોસ્પિટલમાં જન્મ થયો છે. જો કે હત્યાનો ગુનો વડોદરામાં જ દાખલ થશે. સમગ્ર ઘટનામાં કાવતરું કરાયું છે જેથી કાવતરાની કલમ પણ લગાવશે કે જગ્યાએ ઘટના બની છે જેથી સચિનને ત્યાં લઈ જઈ રિકન્સ્ટ્રકશન કરવામાં આવશે. ગાંધીનગર કોર્ટમાં પહેલા બાળક બાબતે નોંધાયેલા કેસમાં જવાબ રજૂ કરવા માટે આવતીકાલે હાજર રહે તેવી શક્યતા છે.
આ બાળકને અમે ક્યારેય જોયું નથી : સચિનના પાડોશી
અગાઉ પણ આ બાળકને અંગે અનેક તર્ત વિતર્કો સામે આવ્યા હતા. સચિનના પાડોશીઓએ કહ્યું હતું કે, આ બાળક સચિનનું નથી અને અમે આ બાળકને આ પહેલા અહીંયા જોયું નથી.
બાળક સચિનની પત્નીનું નથી : ગૃહ પ્રધાન
આ કેસ અંગે શુક્રવારે ગૃહપ્રધાને જણાવ્યું હતું કે, શુક્રવારના 11:30 વાગ્યાથી હું પોલીસના સંપર્કમાં હતો. મીડિયાની ટીમ, ગાંધીનગર પોલીસ અને નાગરિકો પણ માતા પિતાની શોધવા માટે મહેનત કરી હતી. જેના કારણે બાળકના પિતાની ઓળખ થઇ ગઇ છે. આ બાળકનું નામ શિવાંશ છે, અને તેની ઉંમર 8 થી 10 માસ હોઇ શકે છે. બાળકના પિતા ઉત્તરપ્રદેશના છે અને વડોદરાની એક કંપનીમાં કામ કરે છે. ગાંધીનગરના સેક્ટર 6માં તે પોતાના માતા-પિતા સાથે રહે છે. જો કે આસપાસના લોકો સાથે વાત કરતાં સામે આવ્યું છે કે, આ બાળક સચિનની પત્નીનું નથી. સચિનને માત્ર એક 4 વર્ષનો દિકરો છે. હવે આ ઘટનામાં શું હકીકત છે તે સચિનની પુછપરછથી જ સામે આવી શકે છે. જો કે સચિનને રાજસ્થાનના કોટાથી ઝડપી પાડવામાં આવ્યો છે અને તેની ગાંધીનગર લાવવામાં આવી રહ્યો છે ત્યારે આ અંગે વધુ વિગતો સામે આવી છે.
આ પણ વાંચો: