- શિક્ષણપ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાના અધ્યક્ષ સ્થાને યોજાઈ બેઠક
- આરોગ્ય વિભાગ અને શિક્ષણવિભાગના ઉચ્ચ અધિકારીઓ રહ્યા હાજર
- શાળા કૉલેજો શરૂ કરવા મુદ્દે કરાઈ ચર્ચા
- અનલોક-6 બાદ થશે નિર્ણય
ગાંધીનગર: રાજ્યમાં કોવિડ-19ને કારણે તમામ શાળાઓ અને કૉલેજો અચોક્કસ મુદ્દત સુધી બંધ રાખવામાં આવી છે. આ કૉલેજો અને શાળાઓ ક્યારે ખુલશે તે બાબતે સરકાર પણ હજૂ સ્પષ્ટ નથી, ત્યારે આજે એટલે કે સોમવારે રાજ્યના શિક્ષણપ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની અધ્યક્ષતામાં શિક્ષણ વિભાગ અને આરોગ્ય વિભાગની સંયુક્ત બેઠક યોજવામાં આવી છે.
1 કલાક ચાલી બેઠક
રાજ્યના શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં રાજ્યના શિક્ષણ વિભાગના ઉચ્ચ અધિકારીઓ તથા આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા. એક કલાકની આસપાસ ચાલેલી આ બેઠકમાં રાજ્યમાં કઈ રીતે શાળાઓ શરૂ કરવી તે બાબતે પ્રાથમિક ચર્ચાઓ કરવામાં આવી હતી. આ સાથે જ શાળામાં કયા ધોરણથી કયા ધોરણ સુધીનો અભ્યાસ શરૂ કરાશે તે બાબતે પણ મનોમંથન કરવામાં આવ્યું હતું.
શાળા શરૂ થયે આરોગ્ય વિભાગની જવાબદારી
જો રાજ્યમાં શાળા શરૂ કરવામાં આવે તો આરોગ્ય વિભાગને જવાબદારી રહેશે અને આરોગ્ય વિભાગ કઈ રીતે કામ કરશે તે બાબતેને ધ્યાનમાં લઇને આરોગ્ય વિભાગને પણ આ બેઠકમાં સાથે રાખવામાં આવ્યું હતું.