ગુજરાત

gujarat

ETV Bharat / city

ભૂપેન્દ્ર પટેલની કેબિનેટના પ્રધાનો આજે લેશે શપથ - Nitin Patel

વિધાનસભા 2022ની ચૂંટણી પહેલા જ ગાંધીનગરમાં હંગામો જોવા મળી રહ્યો છે. ભૂપેન્દ્ર પટેલના નો રીપીટ ફોરમ્યુલાથી અનેક નેતાઓ નારાજ છે. ગઈ કાલનો (બુધવાર)નો શપથવિધિનો કાર્યક્રમ રદ્દ કરવામાં આવ્યો હતો જે આજે (ગુરુવારે) રાખવામાં આવ્યો છે.

ભૂપેન્દ્ર પટેલની કેબિનેટના પ્રધાનો આજે લેશે શપથ
ભૂપેન્દ્ર પટેલની કેબિનેટના પ્રધાનો આજે લેશે શપથ

By

Published : Sep 16, 2021, 7:06 AM IST

  • આજે પ્રધાનમંડળની શપથવિધિ
  • નવા ચેહેરાઓને મળશે સ્થાન
  • જૂના પ્રધાનોમાં નારાજગી

ગાંધીનગર: ગુજરાતાં વિજય રુપાણીમાં રાજીનામાં બાદ રાજકારણમાં ઘણી ઉથલ-પાથલ જોવા મળી રહી છે, જેના કારણે બુધવારે યોજાનાર શપથ વિધિ પણ રદ્દ કરવામાં આવી છે. જે બેનરો લગાવવામાં આવ્યા હતા તેને ફાડીને ઉતારી લેવામાં આવ્યા હતા. આજે (ગુરુવાર) તમામ પ્રધાનોની શપથવિધિ છે.

આ પણ વાંચો : ભારતીય તટ રક્ષક દળે ભારતીય જળસીમામાંથી 12 ખલાસીઓ સાથે પાકિસ્તાની બોટ પકડી

નેતાઓમા વિવાદ

આજે બપોરે 1.30 કલાકે શપથવિધિ યોજાશે તેમા શપથ લેનાર તમામ પ્રધાન નવા હશે. આના કારણે અંદરો અંદર વિવાદ પણ થયા હતા અને કેટલાક પ્રધાનો વિજય રુપાણીના ઘરે પણ ગયા હતા. ભૂપેન્દ્ર પટેલ 90 ટકા પ્રધાનોને બદલવા માગે છે, જેના કારણે 2-3 ચેહેરા જ રીપીટ થઈ શકે છે.

આ પણ વાંચો : 3 વર્ષમાં રાજ્યમાં ગુનાઓની સંખ્યામાં ત્રણ ગણો વધારો: NCRB

નવા ચેહેરાઓને મળશે સ્થાન

ભૂપેન્દ્ર પટેલના કેબિનેટમાં 21 થી 22 પ્રધાનો શપથ લેશે. નવા કેબિનેટમાં નવા ચેહેરાઓ જોવા મળશે અને મહિલાઓની સંખ્યા પણ વધારવામાં આવશે. કેટલાક પીઠ નેતાઓની કેબિનેટમાંથી છુટ્ટી થઈ જશે. જાતિય સમીકરણ બેસાડવા સાથે સાથે ક્લિનચીટ નેતાઓને કેબિનેટમાં પ્રાધાન્ય આપવામાં આવ્યું છે.

ABOUT THE AUTHOR

...view details