ગુજરાત

gujarat

ETV Bharat / city

ભુપેન્દ્ર પટેલ મુખ્યપ્રધાન તરીકે શપથ લે તે પહેલાં જ વરસાદમાં ફસાયેલા લોકોની મદદે આવ્યા: આર.સી.ફળદુ - Bhupendra Patel CM of Gujarat

ઘાટલોડિયાના ધારાસભ્ય ભુપેન્દ્ર પટેલે આજે સોમવારે રાજ્યના 17માં મુખ્યપ્રધાન તરીકે શપથ લીધા છે. ત્યારે તેઓ મુખ્યપ્રધાન તરીકે શપથ લે તે પહેલા જ તેમણે જામનગરમાં પડી રહેલા ધોધમાર વરસાદમાં ફસાયેલા લોકોની મદદ માટે જિલ્લા કલેક્ટર સાથે વાતચીત કરીને જરૂરી સૂચના આપી હતી.

ભુપેન્દ્ર પટેલ મુખ્યપ્રધાન તરીકે શપથ લે તે પહેલાં જ વરસાદમાં ફસાયેલા લોકોની મદદે આવ્યા
ભુપેન્દ્ર પટેલ મુખ્યપ્રધાન તરીકે શપથ લે તે પહેલાં જ વરસાદમાં ફસાયેલા લોકોની મદદે આવ્યા

By

Published : Sep 13, 2021, 4:00 PM IST

Updated : Sep 13, 2021, 4:59 PM IST

  • ભુપેન્દ્ર પટેલ સીએમ તરીકે શપથ ગ્રહણ કરે તે પહેલાં જ લોકો માટેના કામ શરૂ કરી દીધા
  • જામનગરમાં વરસાદમાં ફસાયેલા લોકોને મદદ માટે સરકારી તંત્રને એલર્ટ આપવામાં આવ્યું
  • નવા મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલને પૂર્વ કેબિનેટ પ્રધાન આર. સી. ફળદુએ પાઠવી શુભેચ્છાઓ

ગાંધીનગર : રાજ્યના મુખ્યપ્રધાન તરીકે આજે સોમવારે ભુપેન્દ્ર પટેલે શપથ ગ્રહણ કર્યા છે. આ બાબતે રાજ્યના પૂર્વ કેબિનેટ પ્રધાન આર.સી.ફળદુએ ETV Bharat સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે, ભુપેન્દ્ર પટેલ મુખ્યપ્રધાન તરીકે શપથ લે તે પહેલાં જ જામનગરમાં ભારે વરસાદના કારણે લોકો પરેશાન થયા હતા. ત્યારે જ નવનિયુક્ત મુખ્યપ્રધાને જામનગર કલેક્ટર સાથે ચર્ચા કરીને તાત્કાલિક ધોરણે કાર્યવાહી કરવાની સૂચના આપી હતી.

ભુપેન્દ્ર પટેલ મુખ્યપ્રધાન તરીકે શપથ લે તે પહેલાં જ વરસાદમાં ફસાયેલા લોકોની મદદે આવ્યા

નવા મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલને શુભેચ્છાઓ

રાજ્યના પૂર્વ કૃષિપ્રધાન આર.સી.ફળદુએ ETV Bharat સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે, નવા મુખ્યપ્રધાન તરીકે ભુપેન્દ્ર પટેલને શુભેચ્છા આપવામાં આવે છે. જ્યારે આવનારા દિવસોમાં પણ ભુપેન્દ્ર પટેલ સૌના સાથ અને સૌના વિકાસ સાથે પ્રજાલક્ષી કાર્યો કરશે. સાથે જ ગુજરાતને નવા વિકાસના માર્ગ સાથે ઉન્નતિ પણ થશે. આમ, આર.સી.ફળદુએ નવા મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલને શુભેચ્છાઓ આપી હતી.

જામનગરમાં રેસ્ક્યુ ઓપરેશન શરૂ

જામનગરમાં મધરાતથી સતત વરસાદ પડી રહ્યો છે અને 8 કલાકની અંદર જ 10 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો છે. ત્યારે આ બાબતે કૃષિ પ્રધાન આર.સી.ફળદુએ ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે, રાજ્યના નવા મુખ્યપ્રધાન તરીકે ભુપેન્દ્ર પટેલ શપથ ગ્રહણ કરે તે પહેલાં જ જામનગર કલેક્ટર સાથે ચર્ચા-વિચારણા કરીને સરકારી તંત્રને કામકાજ કરવાની સૂચના આપવામાં આવી છે..

રાજ્યના પ્રધાનમંડળમાં સ્થાન બાબતે ચુપકિદી સેવી

નવા મુખ્યપ્રધાન તરીકે ભુપેન્દ્ર પટેલની શપથ વિધિ યોજાઈ છે. ત્યારે ટૂંક સમયમાં જ ભુપેન્દ્ર પટેલના પ્રધાનમંડળની પણ જાહેરાત કરવામાં આવશે. ત્યારે આ બાબતે વિજય રૂપાણીની સરકારમાં કેબિનેટ કક્ષાનો દરજ્જો ધરાવતા કૃષિપ્રધાન આર.સી.ફળદુને ભુપેન્દ્ર પટેલની સરકારમાં પ્રધાનપદ બાબતે પૂછવામાં આવતા તેમણે ચુપકિદી સેવી હતી અને ચાલ્યા ગયા હતા.

Last Updated : Sep 13, 2021, 4:59 PM IST

ABOUT THE AUTHOR

...view details