ગુજરાત

gujarat

ETV Bharat / city

11 દિવસથી આંદોલન કરી રહેલા ખેડૂતોએ આપ્યો ગાંધીનગર બંધનો કોલ - farmers electricity bill gujarat

ગાંધીનગર ભારતીય કિસાન સંઘના આગેવાનો આજે ગાંધીનગરના રસ્તા પર ઉતરી આવ્યા હતા. તેમણે અહીં જૂનું ગાંધીનગર બંધ કરાવ્યું હતું. બીજી તરફ ગાંધીનગરના વેપારીઓએ પણ કિસાન સંઘનું માન રાખી સંપૂર્ણ નહીં પરંતુ આંશિક બંધનું પાલન કર્યું હતું. bhartiya kisan sangh called bandh,

11 દિવસથી આંદોલન કરી રહેલા ખેડૂતોએ આપ્યો ગાંધીનગર બંધનો કોલ
11 દિવસથી આંદોલન કરી રહેલા ખેડૂતોએ આપ્યો ગાંધીનગર બંધનો કોલ

By

Published : Sep 5, 2022, 3:38 PM IST

ગાંધીનગરસેન્ટર ગ્રાઉન્ડ ખાતે (Center Ground Gandhinagar) ભાજપ પક્ષની ભગિની સંસ્થા ભારતીય કિસાન સંઘ (bhartiya kisan sangh news) દ્વારા 25 ઓગસ્ટથી અચોક્કસ મુદતના આંદોલન શરૂ કરવામાં આવ્યા છે. તેવામાં આજે ભારતીય કિસાન સંઘના આગેવાનો ગાંધીનગરના રસ્તા પર ઉતરી આવ્યા હતા. તેમણે ગાંધીનગરમાં તમામ દુકાનો મોલ બંધ કરાવવા માટે માગ કરી હતી. સાથે જ તેમણે જૂનું ગાંધીનગર (bhartiya kisan sangh called bandh) બંધ કરાવ્યું હતું.

વેપારીઓએ આપ્યું સમર્થન બીજી તરફ અમુક જગ્યાએ ગાંધીનગરના વેપારીઓએ કિસાન સંઘનું માન રાખીને (bhartiya kisan sangh gujarat) સંપૂર્ણ નહીં, પરંતુ આંશિક બંધ રાખ્યું હતું. તેમ જ કિસાન સંઘના આગેવાનોના ગયા પછી ફરીથી વેપાર ધંધા ફરીથી શરૂ કર્યા હતા.

વેપારીઓએ આપ્યું સમર્થન

કિસાન સંઘના મહામંત્રીગુજરાતના ભારતીય કિસાન સંઘના મહામંત્રી આર. કે. પટેલે ટેલીફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે, 11 દિવસથી ખેડૂતો વીજ બિલ બાબતે સરકાર વિરુદ્ધ આંદોલન (farmers electricity bill gujarat) કરી રહ્યા છે. સરકાર સાથે અનેક વખત બેઠકો કરી છે, પરંતુ હજી સુધી કોઈ પણ પ્રકારના પરિણામ આવ્યું નથી, જે વચ્ચેથી ખેડૂતો 11 દિવસથી આંદોલન કરી (bhartiya kisan sangh called bandh) રહ્યા છે અને આજે ગાંધીનગર બંધ એલાન આપવામાં આવ્યું હતું, જેમાં અમે બંધ કરાવવામાં સફળ થયા છે. ઉલ્લેખનીય છે કે, આલમપુર એપીએમસી પણ કિસાન સંઘ દ્વારા બંધ (bhartiya kisan sangh gujarat) કરવામાં આવી હતી.

સરકારને અનેક વખત કરવામાં આવી રજૂઆતગુજરાત કિસાન સંઘના (bhartiya kisan sangh gujarat) અધ્યક્ષ જગમાલ આર્યએ 31 ઓગસ્ટે જણાવ્યું હતું કે, છેલ્લા છ માસથી રાજ્ય સરકારને વીજ બિલ (farmers electricity bill gujarat) બાબતે અને એક વખત રજૂઆત કરવામાં આવી છે, પરંતુ તેમ છતાં પણ કોઈ ચોક્કસ નિર્ણય સરકારે લીધો નથી. જ્યારે કિસાન સંઘે રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને રાજ્યના કેબિનેટ ઊર્જા પ્રધાન કનુ દેસાઈ સાથે પણ અનેક વખત બેઠકો યોજીને પ્રશ્નનો ઉકેલ લાવવાનો ચર્ચા કરવામાં આવી છે તેમ છતાં પણ કોઈ નિર્ણય આવ્યો નથી.

ગાંધીનગરથી આંદોલન ગામડે ગામડે જશેતેમણે વધુમાં જણાવ્યું હતું કે, 25 ઓગસ્ટથી ગાંધીનગરના સેન્ટર વિસ્તાર ખાતે (Center Ground Gandhinagar) રાજ્યના અલગ અલગ જિલ્લામાંથી આવેલા ખેડૂત દ્વારા આંદોલન કરવામાં આવી રહ્યું છે. આ આંદોલનમાં એક ગાયત્રી યજ્ઞ પણ રાખવામાં આવ્યો હતો, જેથી રાજ્ય સરકાર તાત્કાલિક ધોરણે નિર્ણય કરે. આ ઉપરાંત મહિલાઓ દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને ખેડૂતોની વર્તમાન પરિસ્થિતિ અંગેની પણ જાણ કરવામાં આવી હતી. ઉદ્યોગની એ છે કે, જો આવનારા દિવસોમાં રાજ્ય સરકાર કોઈ પણ પ્રકારનો નિર્ણય નહીં કરે તો આ આંદોલન રાજ્યના ૧૮ હજારથી વધુ ગામડાઓમાં જશે અને ભાજપ સરકારને નુકસાન વેઠવા માટે તૈયાર પણ થવું પડશે.

ABOUT THE AUTHOR

...view details