- ગાંધીજીને મારી નાખનાર નથુરામ ગોડસેની મૂર્તિ જામનગર લગાવવામાં આવી હતી
- કોંગ્રેસ દ્વારા ડીજીપીને દેશદ્રોહનો ગુનો દાખલ કરવા આવેદનપત્ર આપવામાં આવ્યું
- ગાંધીજીનું અપમાન થતા કોંગ્રેસે મૂર્તિને તોડી પાડી
ગાંધીનગર: જામનગરમાં નથુરામ ગોડસેની પ્રતિમા (idol of Nathuram Godse) લગાવવા બાબતે કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો અને આ મૂર્તિ બીજા દિવસે જ તોડી પાડવામાં આવી હતી. આ મામલે રાજકીય ક્ષેત્રે પણ ઘેરા પ્રતિઘાત પડ્યા છે. જેથી કોંગ્રેસે કહ્યું હતું કે, આવા લોકો આતંકવાદી કરતાં પણ ભૂંડા છે. ભાજપ પણ આ બાબતે કોઈ પ્રતિભાવ નથી આપતું જેથી દેશદ્રોહનો ગુનો (The crime of treason) લગાવવા બાબતે DGPને આવેદનપત્ર આપ્યું હતું.
મૂર્તિ લગાવનાર સાથે રહેનાર તેમજ આ મૂર્તિ બનાવનારએ દેશનું અપમાન કર્યું: ભરતસિંહ સોલંકી
ભરતસિંહ સોલંકીએ (Bharatsinh Solanki) જણાવ્યું હતું કે, ગઈકાલે જે બનાવ બન્યો તેના સંદર્ભમાં અમે રજૂઆત કરવા આવ્યા છીએ. બીજી ઓક્ટોબરને વિશ્વ અહિંસા દિવસ તરીકે મનાવવામાં આવે છે તેવા મહાત્મા ગાંધીને સૌ કોઈ માને છે. જેમણે અનુસરે વિશ્વભરમાં લોકો અનુસરે છે. લોકો માટે તેમને આજીવન સતત કાર્ય કર્યું છે. તેવા ગાંધીજીને ક્રૂર રીતે મારનાર નથુરામ ગોડસેની મૂર્તિ (idol of Nathuram Godse) ગુજરાતમાં રામનગર ખાતે બનવામાં આવે છે અને આ બાબતે ભાજપના વડાપ્રધાન, ગૃહપ્રધાન કે મુખ્યપ્રધાન કોઈપણ મૂર્તિ લગાવવા અંગે આંખ આડા કાન કરી રહ્યા છે. તે પણ સરદારની ભૂમિ પર, ગાંધીજીની ભૂમિ પર આ પ્રકારની મૂર્તિઓ બનાવનારા દેશદ્રોહીઓ છે. આ દેશદ્રોહીઓ ઉપર દેશદ્રોહનો ગુનો લગાવવો જોઈએ. મૂર્તિ લગાવનાર સાથે રહેનાર તેમજ આ મૂર્તિ બનાવનારાએ દેશનું અપમાન કર્યું છે. આવા લોકો આતંકવાદીઓ કરતા પણ ભૂંડા છે. જેથી દેશદ્રોહનો ગુનો લગાડી તેમની ધરપકડ કરવી જોઈએ.