- પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે ભાજપના કાર્યકર્તાઓએ ભવ્ય જીતને વધાવી
- ગાંધીનગર મહાનગર પાલિકાની ચૂંટણીમાં 44 માંથી 41 બેઠક પર ભાજપાનો ભવ્ય વિજય
- કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના બૂરા હાલ
ગાંધીનગર: મહાનગરપાલિકાની ચૂંટણીમાં 44 માંથી 41 બેઠક પર ભાજપાનો ભવ્ય વિજય થયો છે. 3 ઑક્ટોબરના રોજ યોજાયેલી વિવિધ ચૂંટણીઓ અંતર્ગત 128 બેઠકોમાંથી 103 બેઠક ભાજપના ફાળે ગઇ છે. ગાંધીનગર મહાનગરપાલિકાની 44માંથી 41 બેઠક, થરા નગર પાલિકાની 24માંથી 20 બેઠક, ઓખા નગરપાલિકાની 36માંથી 34 બેઠક તેમજ ભાણવડ નગર પાલિકામાં 08 બેઠક પર ભાજપનો વિજય થયો છે.
ગાંધીનગર સિવાય અન્ય નગરપાલિકાઓમાં પણ ભાજપ આગળ
પેટા ચૂંટણીમાં જોવા જઇએ તો મહાનગર પાલિકાની 3 માંથી 2 બેઠક, જિલ્લા પંચાયતમાં 8માંથી 5 બેઠક તાલુકા પંચાયતમાં 45માંથી 28 બેઠક અને નગરપાલિકાની 45માંથી 37 બેઠક પર ભાજપનો ભવ્ય વિજય થયો છે. આમ કુલ 232 બેઠકો પૈકી 229 બેઠકોના જાહેર થયેલ પરિણામોમાં ભાજપાને 175 બેઠકો પ્રાપ્ત થઇ છે.
વડાપ્રધાને ટ્વિટ કરીને પાઠવી શુભેચ્છાઓ
ગાંધીનગરની ચૂંટણીના પરીણામોને વડાપ્રધાન નરેન્દ્રમોદીએ ટ્વિટ કરીને વધાવ્યું છે. તેમણે જણાવ્યું હતું કે ગાંધીનગર કોર્પોરેશનમાં ભાજપનો વિજય દર્શાવે છે કે ગુજરાતના લોકો અને ભાજપ વચ્ચે ગાઢ સંબંધ છે.
વડાપ્રધાને ટ્વિટ કરીને પાઠવી શુભેચ્છાઓ તો આ તરફ ગૃહપ્રધાન અમિતશાહએ પણ ભાજપના આ વિજયને વધાવ્યો છે. અમિત શાહે ટ્વિટ કરીને જણાવ્યું હતું કે ગાંધીનગર કોર્પોરેશન અને અન્ય સ્થાનિક ચૂંટણીઓમાં ભાજપને પ્રચંડ જીત દર્શાવે છે કે ગુજરાતની જનતાને નરેન્દ્રમોદીજીના નેતૃત્વમાં વિશ્વાસ છે.
અમિતશાહે ટ્વિટ કરીને પાઠવી શુભેચ્છાઓ અમિતશાહે ટ્વિટ કરીને પાઠવી શુભેચ્છાઓ મતદારો વિકાસ સાથે : સી.આર.પાટીલ
મતદારોએ ફરી એક વખત ગુજરાતના વિકાસ માટે ભાજપાને કમાન સોંપી છે. ભાજપ સરકાર અને સંગઠન ગાંધીનગરના તેમજ સમગ્ર રાજયના વિકાસ માટે વચનબદ્ધ છે. આપેલ તમામ વચનો પુર્ણ કર્યા છે અને ભવિષ્યમાં પણ વિકાસ માટેના અવિરત પ્રયાસો થકી વિકાસની નવી ઉંચાઇઓ ગુજરાત સર કરે તેવા તમામ પ્રયત્નો સરકાર અને સંગઠન સાથે મળીને પૂર્ણ કરશે. ગાંધીનગર મહાનગર કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહનો સંસદીય ક્ષેત્ર છે. અમિત શાહે અવારનવાર તેમના મત વિસ્તાર માટે કાર્યશીલ રહી વિકાસના કામની સમિક્ષા કરી છે.
ભાજપની ગાંધીનગર મહાનગરપાલિકામાં ભવ્ય જીત અને વિજયોત્સવ સી.આર.પાટીલનો આમ આદમી પાર્ટી પર કટાક્ષ સી.આર.પાટીલે ત્રીજા મોરચા પર કટાક્ષ કરતાં જણાવ્યું કે ગુજરાતમાં ત્રીજી પાર્ટી માટે કોઇ જ જગ્યા નથી. ખુબ ગરજેલા મેઘ વરસ્યો નથી. ગુજરાત અને ગુજરાતના નેતૃત્વ થકી દેશનું હિત કયાં છે તે ગુજરાતના મતદારો ખૂબ સારી રીતે જાણે છે. પાટીલે ચૂંટાયેલ સૌ જન પ્રિતિનિધીઓને હાકલ કરતાં જણાવ્યું કે, જનતાની અપેક્ષા કરતાં પણ વધુ સારું કામ કરવાની આપણી સૌની સામુહિક જવાબદારી છે અને આપણે તેને પરિપૂર્ણ કરવા માટે પ્રતિબદ્ધ બનીએ. નવનિયુક્ત પ્રધાનમંડળ સમગ્ર રાજયમાં જન આશિર્વાદ યાત્રા થકી જે અભૂતપુર્વ પ્રેમ મળી રહ્યો છે, તે માટે સમગ્ર રાજયની જનતાનો આભાર.
સરકારનો પ્રતિનિધિએ પ્રથમ કાર્યકર્તા : મુખ્યપ્રધાનમુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે સરકારનો કોઇ પણ પ્રતિનિધીએ સર્વપ્રથમ કાર્યકર્તા છે. ભારતીય જનતા પાર્ટી કયારેય પણ ચૂંટણીલક્ષી રાજકારણમાં વિશ્વાસ કરતી નથી. તે હરહંમેશા પ્રજાની વચ્ચે રહીને સેવાકીય પ્રવૃતિ કરવામાં વિશ્વાસ કરે છે. નગરપાલિકા, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતમાં ભવ્ય વિજય અપવવા બદલ ગુજરાતના સૌ નાગરીકોનો આભાર.