- ધુળેટીની ઉજવણી પર સરકારે લગાવ્યો પ્રતિબંધ
- પરવાનગીના આધારે હોળી પ્રગટાવવાની મંજૂરી આપવામાં આવશે
- કોરોનાના કેસને કાબૂમાં લેવા સરકારનો નિર્ણય
અમદાવાદ: રાજ્યમાં કોરોના વાઈરસના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. જેથી સરકારે હોળીના તહેવારમાં કલરથી રમવા માટે પ્રતિબંધ લગાવ્યો છે. GSC બેન્ક ખાતે યોજવામાં આવેલા કાર્યક્રમમાં નીતિન પટેલે કહ્યું કે, કોરોનાના વધતા જતા કેસને લઈને સરકાર ચિંતિત છે. જેને લઈને સરકારે હોળીના તહેવારમાં ખાસ ગાઈડલાઈન તૈયાર કરી છે. જેમાં પરવાનગીના આધારે હોળી દહનનો કાર્યક્રમ યોજી શકાશે. જોકે, ધુળેટીના તહેવારમાં ઉજવણી માટે પરવાનગી આપવામાં આવશે નહી.
આ પણ વાંચોઃ દ્વારકામાં હોળી-ધુળેટીના તહેવાર નિમિતે ત્રણ દિવસ દ્વારકાધીશ જગત મંદિર પ્રવેશ પર પ્રતિબંધ