- વિમાન સેવાના વિસ્તરણનું રાજ્ય સરકારનું આયોજન
- યાત્રાધામ ખાતે બનાવવામાં આવશે હેલિપેડ
- શરૂ થશે હેલિકોપ્ટર સર્વિસ, સરકારે આયોજન પૂર્ણ કર્યું
- 24 કલાક સર્વિસ મળી રહે તેવું કરવામાં આવશે આયોજન
- અંબાજી, સોમનાથ, દ્વારકા અને સાપુતારામાં થશે હેલિકોપ્ટર સર્વિસ
ગાંધીનગર : ગુજરાત રાજ્યમાં દેશના સૌથી મોટા અને મહત્ત્વના યાત્રાધામો આવેલા છે. જેમાં આ યાત્રાધામનો વધુ વેગવંતો વિકાસ થાય અને સમગ્ર દેશમાંથી અનેક શ્રદ્ધાળુઓ અને યાત્રાળુઓ ગુજરાતમાં આવે તેને ધ્યાનમાં લઇને રાજ્ય સરકાર દ્વારા એક ખાસ મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેમાં આવનારા સમયમાં રાજ્યના મહત્વના યાત્રાધામ જેવા કે અંબાજી સોમનાથ દ્વારકા અને સાપુતારા જેવા ટુરિસ્ટ સ્પોટ પર હેલીપેડ અને હેલિકોપ્ટરની સર્વિસ ( Helicopter service will be started in 6 pilgrimages in Gujarat ) આપવામાં આવશે.
યાત્રાળુઓની સંખ્યામાં થશે વધારો
રાજ્ય સરકાર દ્વારા રાજ્યના મહત્વના ચાર યાત્રાધામ ઉપર હેલિપોર્ટ સર્વિસ ( Helicopter service will be started in 6 pilgrimages in Gujarat ) શરૂ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. જેના માટે બજેટ પણ ફાળવી દેવામાં આવ્યું છે. ત્યારે આગામી દિવસમાં જો આ સર્વિસ શરૂ થઈ જશે તો રાજ્યમાં યાત્રાળુઓની સંખ્યામાં પણ વધારો થશે. જે રીતે જૂનાગઢમાં ગિરનાર રોપ વેની સર્વિસ શરૂ થતાં જ હજારોની સંખ્યામાં લોકો જૂનાગઢની મુલાકાતે આવે છે તેવી જ રીતે હેલિપોર્ટની સર્વિસ શરૂ થતા રાજ્યના તમામ યાત્રાધામ પર બહારનાં રાજ્યના યાત્રાળુઓની સંખ્યામાં વધારો થશે.
આ પણ વાંચોઃ ગુજરાતના 251 તાલુકા પર હેલીપેડ બનશે, કેબિનેટ પ્રધાન પૂર્ણેશ મોદી સાથે ખાસ વાતચીત...
ગુજસેલને સોંપવામાં આવી કામગીરી
સરકારના વિશ્વસનીય સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે રાજ્ય સરકારે 6 પર્યટનસ્થળો પર હેલિપોર્ટ બનાવવાની મંજૂરી આપી દીધી છે. જ્યારે આ તમામ કામગીરી હવે તેમને સોંપવામાં આવી છે, ત્યારે આગામી એક વર્ષની અંદર તમામ નિશ્ચિત પર્યટનસ્થળ પર હેલિપોર્ટ સેવા ( Helicopter service ) શરૂ કરવા સત્તાવાર આદેશ પણ આપી દેવામાં આવ્યાં છે.