ગુજરાત

gujarat

ETV Bharat / city

ગાંધીનગરમાં મહાનગરપાલિકાની ચૂંટણી પહેલાં થઈ શકે છે આકર્ષક જાહેરાતો અને ઉદ્ઘાટન - ઈડબલ્યૂએસ મકાનો

ગાંધીનગર મહાનગરપાલિકા (Gandhinagar Municipal Corporation)ની ચૂંટણી સપ્ટેમ્બર મહિનાની આસપાસ યોજાવાની છે ત્યારે ભાજપ તે અંગેનો એક્શન પ્લાન (Action Plan) સ્થાનિક સ્તરે બનાવી રહી છે. જોકે, આ તૈયારીઓ ઉપરાંત શહેરીજનોને આકર્ષવા કેટલાક વિકાસના કામો અને નવા પ્રોજેક્ટ (Development works and new projects)ની જાહેરાત પણ થઈ શકે છે.

ગાંધીનગરમાં મહાનગરપાલિકાની ચૂંટણી પહેલાં થઈ શકે છે આકર્ષક જાહેરાતો અને ઉદ્ઘાટન
ગાંધીનગરમાં મહાનગરપાલિકાની ચૂંટણી પહેલાં થઈ શકે છે આકર્ષક જાહેરાતો અને ઉદ્ઘાટન

By

Published : Jun 28, 2021, 3:28 PM IST

  • ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી માટે ભાજપની તડામાર તૈયારી
  • ચૂંટણી પહેલાં ભાજપ અનેક વિકાસના કામો અને નવા પ્રોજેક્ટ્સની કરી શકે છે જાહેરાત
  • શહેરીજનોને આકર્ષવા માટે ભાજપ કેટલીક જાહેરાત અને ઉદ્ઘાટન કરી શકે છે

ગાંધીનગરઃ મહાનગરપાલિકાની ચૂંટણી (Municipal elections) વચ્ચે ત્રિકોણીય જંગ જામશે, જેમાં ભાજપ, કોંગ્રેસ ઉપરાંત આ વખતે આમ આદમી પાર્ટી AAP પણ જોડાતા કાંટે કી ટક્કર જેવી સ્થિતિ અહીં જોવા મળી શકે છે, પરંતુ ભાજપે આ માટે અત્યારથી જ કેટલીક મોડસ ઓપરેન્ડી (Modus operandi) અપનાવી લીધી છે. આમાં ખાસ કરીને વિકાસના કામોને વધુ પ્રાધાન્ય આપવામાં આવી શકે છે. કોર્પોરેશનને લગતા કોર્પોરેશન વિસ્તારમાં આવતા કામો જેમાં ઈન્દ્રોડા પાર્ક (Indrada Park)માં લાવવામાં આવેલા સફેદ વાઘ, ઈલેક્ટ્રિક બાઈક શેરિંગ પ્રોજેક્ટ (Electric bike sharing project) આ ઉપરાંત સરકારી આવાસ યોજના (Government Housing Scheme)ની જાહેરાત વગેરે પર ધ્યાન આપવામાં આવશે. જોકે ગાંધીનગરને અમદાવાદ સાથે જોડતા ફ્લાયઓવર અને અંડરપાસ (Flyovers and underpasses)નું ઉદ્ઘાટન આ પહેલાં જ થઈ ચૂક્યું છે.

આ પણ વાંચો-ચૂંટાયેલા સભ્યો પોતાની પ્રતિભાથી નહીં પણ વડાપ્રધાન મોદીની લોકપ્રિયતાથી જીત્યા છે :સી.આર.પાટીલ

ઈલેક્ટ્રિક બાઈક અને સાયકલ સ્ટેશન (Electric bike and bicycle station) ગાંધીનગરમાં સપ્ટેમ્બરમાં ઉભા થઈ શકે છે

ગાંધીનગર અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી (GUDA) દ્વારા સાયકલ શેરિંગ પ્રોજેક્ટ (Bicycle Sharing Project) ચલાવવામાં આવી રહ્યો હતો, જેના ઓપરેશનલ અને ટેન્ડરની મુદત 30 જૂને પૂરી થઈ રહી છે. જી-બાઈકના પ્રોજેક્ટ (G-Bike project)ની મુદ્દત પૂરી થયા બાદ જેવી રીતે અમદાવાદમાં ઈલેક્ટ્રિક બાઈક (Electric bike) ચલાવવામાં આવે છે. તેવી જ રીતે ગાંધીનગરમાં પણ સાઈકલ શેરિંગની જેમ ઈલેક્ટ્રિક સાયકલ પ્રોજેક્ટ (Electric Bicycle Project) ચલાવવામાં આવશે. સૂત્રોના જણાવ્યાનુસાર, ગાંધીનગર મહાનગરપાલિકા વિસ્તારમાં 30 જેટલા સ્ટેશનો ઉભા કરવામાં આવશે. આમાં ઈલેક્ટ્રિક બાઈક, સાયકલ શેરિંગ બંનેનો વિકલ્પ પસંદ કરવામાં આવ્યો છે. સપ્ટેમ્બરમાં ચૂંટણી યોજાશે તે પ્રકારની શક્યતા છે. ત્યારે આ પ્રોજેક્ટ પણ સપ્ટેમ્બર મહિનામાં ચૂંટણી પહેલા ચાલુ થાય તે પ્રકારની શકયતા છે.
આ પણ વાંચો-પોલીસે આ રીતે રાજનૈતિક ન થવું જોઈએ : કાર્યકર્તાઓને રોકતા મનિષ સિસોદિયાએ પોલીસ પર દર્શાવી નારાજગી


સરકારી આવાસ યોજના (Government Housing Scheme)ની જાહેરાત બાદ વાઘનું નજરાણું શહેરીજનો માટે ખાસ રહેશે

ગાંધીનગર અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી (GUDA) દ્વારા ઈડબલ્યૂએસ મકાનો (EWS buildings)ની જાહેરાત કરવામાં આવી છે. જેમાં બે હજાર મકાનો કોર્પોરેશન વિસ્તારમાં લોકો માટે ફાળવવામાં આવશે. જોકે, ફોર્મ ભરવાની પ્રક્રિયા અત્યારે ચાલી રહી છે. આ ઉપરાંત એલ.આઈ.જીના કુડાસણમાં રહેલા મકાનોનો ડ્રો પણ તાત્કાલિક યોજાય તે પ્રકારની શક્યતા પણ રહેલી છે. આ ઉપરાંત ઈન્દ્રોડામાં ભારતમાં લાવવામાં આવેલા બે સફેદ વાઘની જોડી આકર્ષણનું કેન્દ્ર શહેરીજનો માટે ત્યારથી જ બન્યું છે, પરંતુ સફેદ વાઘને હજુ સુધી કોઈને બતાવવામાં આવી રહ્યા નથી. જોકે, ચૂંટણી પહેલાં ઈન્દ્રોડા પાર્કમાં લોકોને સફેદ વાઘ જોવા માટે સુવિધા પણ ઉભી થઈ શકે છે.

ABOUT THE AUTHOR

...view details