ગાંધીનગર રાજ્યના 12 વિભાગો દ્વારા આત્મનિર્ભર ગ્રામ યાત્રાAtma Nirbhar Gram yatra નાં ત્રિ-દિવસીય કાર્યક્રમોમાં વિવિધ વિકાસનાં કામોના ખાતમુર્હુત તેમજ લોકાર્પણ કરાશેDevelopment works will be completed and dedicated તેમજ 12 વિભાગોનાં કુલ રૂપિયા 1,577 કરોડથી વધુના 42,950 જેટલા કામોના ખાતમુર્હુત અને લોકાર્પણ તેમજ 1,92,575થી વધુ લાભાર્થીઓને લોન તેમજ સહાયના ચેક વિતરણ કરાશે. જાહેર સ્થળોએ સ્વચ્છતા અભિયાનSwachhta Abhiyan, વિવિધ કેમ્પ અને નિદર્શન શિબિરો, યોજનાકીય લાભોના પેમ્પ્લેટ વિતરણ, પ્રચાર-પ્રસાર, ફિલ્મ નિદર્શન યોજાશે.
આત્મનિર્ભર ગ્રામ યાત્રાનું આયોજન કરાયું
ગ્રામ વિકાસ પ્રધાન અર્જુનસિંહ ચૌહાણ તેમજ રાજ્ય પ્રધાન બ્રિજેશ મેરજાએ જણાવ્યું હતું કે, દેશમાં આઝાદીના 75માં વર્ષની ઉજવણી અંતર્ગત દેશભરમાં ‘‘આઝાદી કા અમૃત મહોત્સવની’’ ઉજવણી થઇ રહી છે. મુખ્યપ્રધાનની આત્મનિર્ભર ગામની વિભાવનાને સાકાર કરવા તેમજ ગુજરાતમાં નાગરિકોને જનસુખાકારીના લાભો સત્વરે મળી રહે એ આશયથી મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ આત્મનિર્ભર ગ્રામ યાત્રાનું આયોજન કરાયું છે.
20મી નવેમ્બરે યાત્રાનો સમાપન સમારોહ યોજાશે
યાત્રામાં 100 જેટલા આત્મનિર્ભર ગ્રામ યાત્રા રથોનું પ્રસ્થાન રાજ્યના 33 જિલ્લાઓમાં પ્રધાનમંડળના વિવિધ સભ્યો સહિત મહાનુભાવોની ઉપસ્થિતિમાં કરાવાશે. આ તમામ રથો ત્રણ દિવસ દરમિયાન જિલ્લા પંચાયતની 1,090 જેટલી બેઠકો પર સવારે 8 થી 12 અને સાંજે 4 થી 8 દરમિયાન પરિભ્રમણ કરશે. તારીખ 20મી નવેમ્બરનાં રોજ તાલુકા કક્ષાએ આ યાત્રાનો સમાપન સમારોહ યોજાશે.
ગ્રામજનોને વિવિધ યોજનાકીય બાબતો અંગે માર્ગદર્શન અપાશે
બ્રિજેશ મેરજાએ વધુમાં કહ્યું કે, આત્મનિર્ભર ગ્રામ યાત્રા રથ ત્રણ દિવસ દરમિયાન 993 જેટલા રૂટો પર ગ્રામ્યકક્ષાએ ફરીને 10,605 જેટલા ગામોમાં ગ્રામજનોને વિવિધ યોજનાકીય બાબતો અંગે માર્ગદર્શન આપશે. જેમાં વિવિધ વિકાસનાં કામોના લોકાર્પણ, ખાતમુર્હૂત, યોજનાકીય લાભોના ચેકનું સહાય વિતરણ, વિવિધ કેમ્પ, નિદર્શન શિબિર, હરીફાઇનું આયોજન કરાશે. આ રથ દ્વારા સરકારના વિવિધ વિભાગોની યોજનાઓનો પ્રચાર- પ્રસાર ફિલ્મો, કિ્વકી, પેમ્પલેટ વગેરેના માધ્યમથી કરવામાં આવશે.
યોજનાકીય પેમ્પ્લેટ વિતરણ કરાશે
અર્જુનસિંહ રાણાએ વધુમાં જણાવ્યું હતું કે. આ ત્રિ-દિવસીય આત્મનિર્ભર ગ્રામ યાત્રામાં સવારે 8 થી સાંજે 8 કલાક દરમિયાન, સ્વચ્છતા રેલી, તેમજ શાળાઓ, પંચાયત ઘર, આંગણવાડી, પોસ્ટ ઓફિસ, બેન્ક, દૂધ મંડળીઓ, પશુ દવાખાના અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર વગેરે જાહેર સ્થળોમાં સફાઇ અભિયાન યોજાશે. સ્વચ્છ ભારત મિશન-ગ્રામીણ અંતર્ગત ODF Plus, સામુહિક સોક પીટ, વ્યક્તિગત સોક પીટ, સામુહિક શૌચાલય, તથા વ્યક્તિગત શૌચાલયની સમજ અને ફિલ્મ નિદર્શન, રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન અંતર્ગત રીવોલ્વીંગ ફંડ RF તેમજ Community Investment Fund CIFનું વિતરણ, તેમજ રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશનની કામગીરી અંગેની ફિલ્મ નિદર્શન અને યોજનાકીય પેમ્પ્લેટ વિતરણ કરવામાં આવશે.
રાજ્યના આ 12 જેટલા વિભાગો આત્મનિર્ભર ગ્રામ યાત્રા કાર્યક્રમોમા સહભાગી બનશે.
1 પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ
2. નર્મદા, જળસંપત્તિ, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ