ગુજરાત

gujarat

ETV Bharat / city

ગ્રામ્ય કક્ષાએ પણ જુદા જુદા વિભાગની કામગીરી માટે ઈ સેવા સેતુ સુવિધા શરૂ કરવામાં આવશે - E-service

મુખ્યપ્રધાન વિજય રૂપાણીની સરકારને પાંચ વર્ષ પૂર્ણ થયા છે, ગાંધીનગર સમગ્ર ગુજરાતમાં સંવેદના દિવસ તરીકે ઉજવણી કરવામાં આવી રહી છે. ગાંધીનગર સેક્ટર 16 ખાતે આ થયેલા આ ક્રાયકર્મમાં ઉપસ્થિત રહેલા મહેસુલ મંત્રી કૌશિક પટેલ કહ્યું કે, ગ્રામ્ય કક્ષાએ પણ જુદા જુદા વિભાગની કામગીરી માટે હવેથી ઈ સેવા સેતુ શરૂ કરવામાં આવશે. જેમાં એક સાથે અનેક પ્રકારની કચેરીઓને લગતી સુવિધા ગામમાં જ લોકોને ઓનલાઈન મળશે. આ ઉપરાંત સેવા સેતુ કાર્યક્રમનું આયોજન સેક્ટર 16માં કરાયું હતું. આ સાથે કોરોનામાં માતા પિતા ગુમાવનાર બાળકોને કીટ અપાઈ હતી.

Ghandhinager
ગ્રામ્ય કક્ષાએ પણ જુદા જુદા વિભાગની કામગીરી માટે ઈ સેવા સેતુ સુવિધા શરૂ કરવામાં આવશે

By

Published : Aug 2, 2021, 8:03 PM IST

  • સંવેદના દિવસ નિમિત્તે ગાંધીનગરમાં યોજાયા કાર્યક્રમ
  • મહેસુલ મંત્રી કૌશિક પટેલની ઉપસ્થિતિમાં યોજાયો કાર્યક્રમ
  • સંવેદના દિવસ નિમિત્તે કચેરીઓને લગતા કામ માટે 35 સ્ટોલ શરૂ રખાયા

ગાંધીનગર : મુખ્યપ્રધાન વિજય રૂપાણીના નેતૃત્વમાં સરકારે પાંચ વર્ષ પૂર્ણ કર્યા છે ત્યારે સંવેદના દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ દિન નિમિત્તે ગાંધીનગર જિલ્લા અને મહાનગરપાલિકા વિસ્તારમાં સેવા સેતુ કાર્યક્રમનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. ગાંધીનગર જિલ્લામાં પીટીસી કોલેજ, સેક્ટર 16 રંગમંચ, જીએબી ગેસ્ટ હાઉસ વગેરે સ્થળે વિવિધ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. જેમાં ગાંધીનગર જિલ્લા પ્રભારીમંત્રી કૌશિક પટેલ, કલેકટર, મ્યુનિસિપલ કમિશનર ઉપસ્થિતિ રહ્યા હતા.

ઇ સેવા સેતુ કાર્યક્રમ હવેથી ગામમાં પણ યોજાશે

પોતાના ગામની અંદર જરૂરિયાતો માટે ઇ સેવા સેતુ કાર્યક્રમ શરૂ કરાશે. જેમાં 70 થી 80 સેવા શરૂ થઈ ગઈ છે. બીજી સેવાઓ પણ શરૂ થશે. એટલે કે, હવે ગ્રામ્ય લેવલે પણ ઇ સેવા સેતુ કાર્યક્રમો કરવામાં આવશે તેવું મહેસુલ મંત્રી કૌશિકભાઈ પટેલે જણાવ્યું હતું. લોકોને પોતાના ગામમાં જ જે તે વિભાગની જરૂરિયાતો હોય ત્યાં લોકોને સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવશે. તેની શરૂઆત બે મહિના પહેલાથી જ થઈ ગઈ છે.જેથી નજીકના ભવિષ્યમાં પોતાના ડિપાર્ટમેન્ટની સેવા ઓનલાઇન ગુજરાતના દરેક ગ્રામ્ય લેવલે પણ ઉપલબ્ધ કરાવવામાં આવશે.

ગ્રામ્ય કક્ષાએ પણ જુદા જુદા વિભાગની કામગીરી માટે ઈ સેવા સેતુ સુવિધા શરૂ કરવામાં આવશે

આ પણ વાંચો : PM Modiએ લોન્ચ કરી ડિજિટલ પેમેન્ટ સોલ્યુશન e-rupee, જાણો શું છે આ એપ

સેવા સેતુના માધ્યમ થકી 433 સેવા સેતુ કાર્યક્રમો અત્યાર સુધી થયા

મહેસુલ મંત્રી અને જિલ્લા પ્રભારી મંત્રી કૌશિક પટેલે કહ્યું કે, નવ દિવસ દેશમાં પહેલીવાર આ પ્રકારનો કાર્યક્રમ યોજાઇ રહ્યો છે. આજે( સોમવારે) સંવેદના દિવસ તરીકે ઉજવાઈ રહ્યો છે. આજે સેક્ટર 16માં સેવા સેતુનું પણ આયોજ કરાયું છે. બે વર્ષ પહેલા સેવા સેતુ કાર્યક્રમ નક્કી કરાયો હતો સેવા સેતુના માધ્યમ થકી 433 સેવા સેતુ અત્યાર સુધી થયા છે. તેમાં પણ પાંચ તબક્કામાં 2 કરોડ લોકોએ આ સેવાનો લાભ લીધો છે. જેમાં 10 ગામને ભેગા કરી સુવિધા આપવામાં આવી રહી છે. જે અંતર્ગત ગાંધીનગર સેક્ટર 16 ખાતે સેવા સેતુ કાર્યક્રમ પણ થયો હતો. જેમાં 35 જેટલા સ્ટોલ મુકવામાં આવ્યા હતા.

આ પણ વાંચો :મોહનજી ભાગવતે હિન્દુસ્તાનને દારૂલ ઈસ્લામ બનાવવાનો રસ્તો લઈ લીધો છે : પ્રવિણ તોગડિયા

સેવા સેતુ કાર્યક્રમમાં કચેરીઓના 35 સ્ટોલ શરૂ કરાયા

સેવા સેતુ કાર્યક્રમ સેક્ટર 16માં આજે શરૂ કરાયો હતો. જેમાં એક સાથે 35 જેટલા સ્ટોલ શરૂ કરાયા હતા, જ્યાં લોકોને સ્ટેમ્પ વેન્ડર, સમાજ સુરક્ષા અને દિવ્યાંગતા વિભાગ, ઉજાલા યોજના, ખાતર વિતરણ, આઈ ડી એસ, ડાયાબિટીસ બીપી તપાસ કેન્દ્ર વગેરે સહિતના સ્ટોલ શરૂ રખાયા હતા. જ્યાં કચેરીમાં ગયા વિના ડાયરેક્ટ લોકોને આ સુવિધાનો લાભ એક જ જગ્યાએ મળ્યો હતો.

ABOUT THE AUTHOR

...view details