ગાંધીનગરઃ વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ તમામ અધિકારીઓ અને કર્મચારીઓની ઓફિસમાં ગયા હતા અને કર્મચારીઓએ માસ્ક પહેર્યુ છે કે નથી તે અંગે સરપ્રાઇઝ ચેકિંગ કર્યું હતું. જેમાં ચાર જેટલા વિધાનસભાના કર્મચારીઓ વગર માસ્કે કામ કરી રહ્યા હતા ત્યારે ત્રિવેદીએ ચારેય કર્મચારીઓને 500 રૂપિયાનો દંડ ફટકાર્યો છે.
વિધાનસભા અધ્યક્ષે કર્યું સરપ્રાઈઝ ચેકીંગ, માસ્ક વગરના 4 કર્મચારીઓને 500નો દંડ ફટકારાયો - conducts surprise checking
રાજ્યમાં કોરોના સંક્રમણ દિવસેને દિવસે વધી રહ્યું છે ત્યારે સુરત રાજકોટ અને વડોદરામાં કેસોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. વિધાનસભા સંકુલમાં કોરોના સંક્રમણ ન ફેલાય તે માટે આજે વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ વિધાનસભા સંકુલમાં સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધર્યું હતું. જેમાં ચાર કર્મચારીઓને માસ્ક ન પહેરવા બદલ 500 રૂપિયાનો દંડ પણ ફટકાર્યો હતો.
આ સાથે જ તમામ ઓફિસમાં જઇને રાજેન્દ્ર ત્રિવેદીએ તમામ કર્મચારીઓએ કરવાની સૂચના પણ આપી હતી અને કોરોનાથી મુક્ત રહેવા માટેની પણ સલાહ તમામ કર્મચારીઓને આપવામાં આવી હતી. આ ચેકિંગ દરમિયના ત્યારે બે કર્મચારીઓની તબિયત નાજુક હોવાને કારણે તેમને નોટિસ આપીને રજા ઉપર પણ ઉતારી દેવામાં આવ્યા હતા.
જ્યારે વિધાનસભાના અધ્યક્ષ વિપક્ષ નેતા પરેશ ધાનાણીની ઓફિસમાં પણ સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધર્યું હતું અને કર્મચારીઓએ માસ્ક પહેર્યુ છે કે નહીં તે અંગેનું નિરીક્ષણ વિધાનસભા સંકુલમાં કર્યું હતું.