ગુજરાત

gujarat

ETV Bharat / city

વિધાનસભા પેટાચૂંટણી : આચારસંહિતા વિસ્તારમાં 8 લાખનો દારૂ જપ્ત - ક્રાઈમ ન્યૂઝ

રાજ્યમાં વિધાનસભાના પેટા ચૂંટણીની જાહેરાત થઇ છે ત્યારે રાજ્ય ચૂંટણી પંચ દ્વારા અનેક જાહેરાતો કરવામાં આવી છે. આઠ વિધાનસભા વિસ્તારમાં આચારસંહિતા લાગુ પડી છે. ત્યારે આ આઠ વિધાનસભા વિસ્તારની આસપાસના અમુક વિસ્તારોમાં પણ આંશિક આચારસહિતા લાગુ થઈ હોવાની વાત રાજ્યના ચૂંટણી કમિશનર મુરલીકૃષ્ણે જણાવ્યું હતું.

વિધાનસભા પેટાચૂંટણી :  આચારસંહિતા વિસ્તારમાં 8 લાખનો દારૂ જપ્ત
વિધાનસભા પેટાચૂંટણી : આચારસંહિતા વિસ્તારમાં 8 લાખનો દારૂ જપ્ત

By

Published : Oct 9, 2020, 4:20 PM IST

ગાંધીનગર : ચૂંટણી કમિશનરે પત્રકાર પરિષદને સંબોધતા જણાવ્યું હતું કે, રાજ્યમાં પેટા ચૂંટણી બાબતે તમામ પ્રકારની જોગવાઇને ધ્યાનમાં લઈને કડક કાયદા નિયમ બનાવવામાં આવ્યાં છે. કોરોના વાઇરસને ધ્યાનમાં લઈને પણ આરોગ્ય વિભાગના અધિકારીને નોડલ ઓફિસર તરીકે નિમણૂક કરવામાં આવી છે અને કેન્દ્રીય ચૂંટણીપંચ દ્વારા જાહેર કરેલી કોરોના વાઇરસની ગાઇડલાઇનની અમલવારી પણ ગુજરાતમાં કરવામાં આવશે. જ્યારે ચૂંટણી દરમિયાન રેલી અને લોકસંપર્ક બાબતે ચૂંટણી અધિકારીએ જણાવ્યું હતું કે, ઉમેદવાર સાથે વધુમાં વધુ પાંચ લોકો જ ચૂંટણી પ્રચાર કરી શકશે. જ્યારે કોઈ વ્યક્તિ કે જેને સુરક્ષા આપવામાં આવી છે તે સમય દરમિયાન સુરક્ષા કર્મચારીઓની ગણતરી કરવામાં આવશે નહી.

રાજ્યમાં વિધાનસભાની આઠ બેઠકો માટે પેટા યૂંટણી
જ્યારે કેન્દ્રીય ચૂંટણી પંચના નિર્દેશ અનુસાર સચિવાલયના બ્લોક નંબર સાત ખાતે આવેલ રાજ્ય ચૂંટણી પંચના કાર્યાલયમાં એક સ્ટેટ કંટ્રોલ રૂમ પણ શરૂ કરવામાં આવ્યો છે. જેથી કોઈપણને ફરિયાદ હોય તો તેઓ ફરિયાદ નોંધાવી શકે છે. આ આઠ વિધાનસભા વિસ્તારમાં કુલ 18,74,951 લાખ મતદારો નોંધાયાં છે.
મુખ્ય ચૂંટણી અધિકારીએ ચૂંટણી આચારસંહિતા અમલવારીની માહિતી આપી હતી
ઉલ્લેખનીય છે કે, ચૂંટણી જાહેર થયાં બાદ તરત જ જે તે વિસ્તારમાં આચારસંહિતા લાગુ પડી જતી હોય છે. ત્યારે મતદારોને રીઝવવા માટે રાજકીય પાર્ટીઓ દ્વારા લોભલાલચ આપવામાં આવતી હોય છે. ત્યારે આ દરમિયાન આઠ વિધાનસભા વિસ્તારમાં કે જ્યાં પેટા ચૂંટણી યોજાવા જઇ રહી છે તેવા વિસ્તારમાંથી ચૂંટણી જાહેર થયાંના આજદિન સુધી કુલ 8 લાખ રૂપિયાથી વધુનો દારૂ પોલીસ દ્વારા જપ્ત કરાયો હોવાનું પણ રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારીએ જણાવ્યું હતું.

ABOUT THE AUTHOR

...view details