ગાંધીનગર: ગુજરાત રાજ્ય ગૌણ સેવા મંડળના અધ્યક્ષ અસિત વોરાના કાર્યકાળ દરમિયાન 11 જેટલા પેપેરો ફૂટવાની ઘટના બની છે, ભાજપ પક્ષ દ્વારા તમામ બોર્ડ નિગમોના અધ્યક્ષ અને ચેરમેનના રાજીનામાં લેવાનો દોર ચાલી રહ્યો છે, ત્યારે આજે સરકાર દ્વારા વધુ 5 બોર્ડ નિગમોમાંથી રાજીનામુ લેવામાં આવ્યું છે. જેમાં GSSSBના અધ્યક્ષ તરીકે અસિત વોરાનું રાજીનામુ (Asit vora resign) અને GIDC ચેરમેન બળવંતસિંહ રાજપૂતનું પણ રાજીનામુ લેવામાં આવ્યું છે.
સીએમ ભુપેન્દ્ર પટેલને સોંપ્યું રાજીનામુ
મહત્વની વાત કરવામાં આવે તો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના હેડ કલાર્ક પેપર (Head Clerk Paper Leak) ફૂટતાની સાથે જ રાજીનામું આપો તેવી સોશિયલ મીડિયામાં માંગ ઉઠી હતી, જ્યારે યુવા વિધાર્થીઓ દ્વારા પણ આશિત વોરા રાજીનામું આપે તેવી માંગ કરવામાં આવી હતી. ત્યારે આજે સત્તાવાર રીતે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના અધ્યક્ષ આજે બપોરે 4 કલાકની આસપાસ રાજ્યના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ સાથે મુલાકાત કરીને રાજીનામું સુપરત કર્યું હતું.
ક્યાં ચેરમેન દ્વારા આપવામાં આવ્યું રાજીનામું
- આશિત વોરા : અધ્યક્ષ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ
- આઈ.કે. જાડેજા : અધ્યક્ષ 20 મુદ્દા અમલીકરણ યોજના
- બળવંતસિંહ રાજપૂત : GIDC ચેરમેન
- મુળૂ બેરા : ગુજરાત રુલર હાઉસિંગ બોર્ડ ચેરમેન
- હંસરાજ ગજેરા : બિન અનામત આયોગ અધ્યક્ષ
પ્રિન્ટિંગ પ્રેસમાંથી ફૂટ્યું હતું પેપર
પોલીસ તપાસમાં સામે આવ્યું હતું કે, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા સાણંદની એક ખાનગી પ્રિન્ટિંગ પ્રેસમાં પેપર તૈયાર કરવા માટે આપ્યું હતું. જેમાં પરીક્ષા (GSSSB exam 2022)ના બે દિવસ પહેલાં જ પ્રિન્ટિંગ પ્રેસમાં પેપર સોશિયલ મીડિયા મારફતે વાયરલ કરવામાં આવ્યું હતું. જે હિંમતનગરના પ્રાંતિજમાં આવેલા ઊંઝા ગામના પેપર લીક કરવાના 10થી 12 લાખ રૂપિયાનો સોદો થયો હોવાનું સામે આવ્યું હતું.