ગાંધીનગર રાજ્યના પોલીસ જવાનોએ તેમના પગાર ભથ્થામાં વધારો થાય તેને ધ્યાનમાં લઈનેગ્રેડ પેની માંગ કરવામાં આવી હતી. જે અનેક મહિનાઓ સુધી ચર્ચા વિચારણા કર્યા બાદ દિલ્હીના મુખ્યપ્રધાન (Chief Minister of Delhi) અરવિંદ કેજરીવાલે પોલીસના ગ્રેડ પે વધારવાની ગેરંટી (AAP Guaranteed to increase your grade pay) આપી હતી. ત્યાર બાદ રાજ્ય સરકાર સફાળી જાગી હતી અને તાત્કાલિક ધોરણે 14 ઓગસ્ટ 2022ના રોજ સુરતમાં આર્થિક પેકેજની જાહેરાત કરી (Economic package announce in Surat) હતી. ત્યારબાદ જે પોલીસ કર્મચારીઓને આર્થિક પેકેજ લેવું હોય તેવા તમામ કર્મચારીઓએ એફિડેવિટકરવાની ફરજ પાડી હતી.
એફિડેવિટનો વિરોધરાજ્ય કક્ષાના ગૃહપ્રધાન (Home Minister of Gujarat State) હર્ષ સંઘવીએ બાબતે અગાઉ નિવેદન આપ્યું હતું. નાણાં વિભાગના કાયદા અનુસાર એફિડેવિટ લેવામાં આવી રહી છે, પરંતુ આ બાબતે કોઈ નિર્ણય કરવામાં આવશે. જ્યારે એફિડેવિટના મામલે પોલીસ કર્મચારીઓમાં રોષ (Resentment among Gujarat police personnel) ફેલાયો હતો. કોઈપણ કર્મચારીઓએ એફિડેવિટ આપ્યું ન હતું. આર્થિક ભથ્થામાં જતા કરવાની તૈયારીઓ પણ દર્શાવી હતી. ત્યારે તાત્કાલિક ધોરણે રાજ્ય સરકાર દ્વારા એક પરિપત્ર બહાર પાડીને આર્થિક પેકેજ માટે એફિડેવિટ જરૂરી ન હોવાની જાહેરાત સત્તાવાર કરવામાં આવી છે.