- ગાંધીનગર કોર્પોરેશનની ચૂંટણીમાં કોરોના ગાઇડલાઇનનું સંપૂર્ણ પાલન
- કોરોના ફેલાય નહીં તેની તકેદારી રાખવામાં આવી
- થર્મલ ગન, સેનેટાઈઝર અને હેન્ડ ગ્લવ્ઝની વ્યવસ્થા વચ્ચે મતદાન
- તમામ વોટિંગ બૂથ પર આરોગ્ય વિભાગના કર્મચારીઓ તૈનાત
ગાંધીનગર: રાજ્યમાં કોરોનાના કેસો (Corona Cases In Gujarat)માં સતત ઘટાડો થઈ રહ્યો છે, ત્યારે ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી (Gandhinagar Municipal Corporation Election) યોજાઈ રહી છે. કોરોનાની બીજી લહેરને કારણે ચૂંટણી પહેલા મોકૂફ રાખવામાં આવી હતી. હવે કોરોનાના કેસોમાં સતત ઘટાડો થવાને કારણે 3 ઓક્ટોબરના રોજ મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે, ત્યારે આરોગ્યને ધ્યાનમાં લઈને રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના તમામ વોટિંગ બૂથ પર આરોગ્ય વિભાગના કર્મચારીઓ (Health department employee) ને મુકવામાં આવ્યા છે. મતદાન દરમિયાન કોરોના સંક્રમણ (Corona transition) ફેલાય નહીં તેનું સંપૂર્ણ ધ્યાન રાખવામાં આવ્યું છે અને તેને ધ્યાને રાખતા પૂરતી તૈયારીઓ પણ કરવામાં આવી છે.
તમામ જગ્યાએ કોરોના પ્રોટોકોલનું પાલન
ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં તમામ મતદાન બૂથ ઉપર આરોગ્ય કર્મચારીઓની જવાબદારી સોંપવામાં આવી છે, જેમાં આરોગ્ય વિભાગના કર્મચારીઓ દ્વારા મતદાન મથક પર આવનારા મતદારોનું તાપમાન માપવું, તેમને સેનેટાઈઝર આપવું અને ત્યારબાદ હેન્ડ ગ્લવ્ઝઆપીને મતદાન પ્રક્રિયા કરવાની વ્યવસ્થા કરવામાં આવી છે. મતદાન શરૂ થયું ત્યારથી બપોરના 2 કલાક સુધી કોરોનાનો એકપણ શંકાસ્પદ કેસ સામે નહીં આવ્યો હોવાનું આરોગ્ય કર્મચારી અમીબેન મોદીએ જણાવ્યું હતું.
શંકાસ્પદ મતદારો માટે અલગથી વ્યવસ્થા