ગુજરાત

gujarat

ETV Bharat / city

Army Chief General Narwane RRU Visit : સશસ્ત્ર દળોમાં રોકાણને અર્થતંત્ર પર બોજ તરીકે ન જોવું જોઈએ: આર્મી ચીફ જનરલ નરવણે - ભારતમાં યુદ્ધોનો ઇતિહાસ

રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી ખાતે આર્મી ચીફ જનરલ મનોજ મુકુંદ નરવણેની (Army Chief General Narwane RRU Visit) ઉપસ્થિતિમાં 1971માં થયેલા ભારત પાકિસ્તાન યુદ્ધમાં (India Pakistan war 1971) વીર જવાનોની ગાથા ઉપરનું પુસ્તક વિમોચન (Army chief releases book on 50 years of war in 1971 )કરવામાં આવ્યું હતું. આર્મી ચીફે અહીં સાયબર સુરક્ષાને લઇને પણ સઘન માહિતી આપી હતી.

Army Chief General Narwane RRU Visit : 1971ના પાકિસ્તાન સામેના યુદ્ધમાં વીર જવાનોની કથાઓનું પુસ્તક 'યુદ્ધના 50 વર્ષ'નું વિમોચન કરતાં આર્મી ચીફ
Army Chief General Narwane RRU Visit : 1971ના પાકિસ્તાન સામેના યુદ્ધમાં વીર જવાનોની કથાઓનું પુસ્તક 'યુદ્ધના 50 વર્ષ'નું વિમોચન કરતાં આર્મી ચીફ

By

Published : Apr 13, 2022, 5:34 PM IST

Updated : Apr 13, 2022, 9:26 PM IST

ગાંધીનગર : દેશની પ્રથમ રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી (Gandhingar RRU)ખાતે આજે આર્મી ચીફ જનરલ મનોજ મુકુંદ નરવણેએ મુલાકાત લીધી હતી. તેમના હસ્તે ભારત પાકિસ્તાન યુદ્ધ જવાનો વીરગાથા વિશેનું યુદ્ધના 50 વર્ષ નામના પુસ્તકનું (Army chief releases book on 50 years of war in 1971 ) વિમોચન કરવામાં આવ્યું હતું. સાથે સાયબર સુરક્ષા વધુ મજબૂત કેવી રીતે બનાવી શકીએ તેના વિશે આર્મી ચીફે માહિતી (Army Chief General Narwane RRU Visit) આપી હતી.

ભારત-પાકિસ્તાન યુદ્ધને 50 વર્ષ પૂર્ણ થતાં પુસ્તક લોન્ચ

ભારતીય શસ્ત્રદળોની કાર્યવાહીથી ઢાકા પર કબ્જો મેળવ્યો હતો- આર્મી ચીફ જનરલ મનોજ મુકુંદ નરવણે (Army Chief General Narwane RRU Visit) પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે ભારત પાકિસ્તાન યુદ્ધ 3 ડિસેમ્બર 1971ના (India Pakistan war 1971) રોજ શરૂ થયું હતું.પાકિસ્તાન સેનાએ ભારતીય વાયુસેનાના ઠેકાણા પર હવાઈ હુમલા શરૂ કર્યા હતા. ત્યારે ભારતે પશ્ચિમી મોરચે તે હુમલાનો ઝડપી જવાબ આપ્યો હતો. ભારતીય શસ્ત્રદળની આક્રમતાથી પૂર્વ પાકિસ્તાન એટલે કે ઢાકા પર કબજો કર્યો હતો અને પાકિસ્તાનના 92 હજાર સૈનિકોએ આત્મસમર્પણ કર્યું હતું.આ જીત પર દરેક ભારતીય ગર્વ અનુભવી શકે છે.

યુદ્ધના 50 વર્ષ નામના પુસ્તકનું લોન્ચિંગ -રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીની ચેનલ અને અન્ય સોશિયલ મીડિયા 2 હજારથી વ્યૂઝની સફળતાથી આમાંથી શીખેલા પાઠ અમે બહાદુર સૈનિકો અને માતાપિતાના વર્ણનો બહાર લાવવા માટે નક્કી કરવામાં આવ્યું હતું. જેથી આજ તે યુદ્ધને 50 વર્ષ પૂર્ણ થતાં આજ પુસ્તક લોન્ચ (Army chief releases book on 50 years of war in 1971 ) કરવામાં આવ્યું હતું. પુસ્તકમાં અનેક યુદ્ધ વિશે વાત કરવામાં આવી છે -યુદ્ધના 50 વર્ષ પુસ્તકમાં હિણીનું યુદ્ધ,નયા ચોરનું યુદ્ધ,બાંગ્લાદેશ નરસંહાર,બસંતર યુદ્ધ,નેવલ ઓપરેશન, એરફોર્સની કામગીરી, છમ્બ યુદ્ધ,ફાઝીલકા યુદ્ધ જેવા યુદ્ધ (Histry of Wars in India )વિશે માહિતી આ પુસ્તકમાં આપવામાં આવી છે.

મહિલાઓ માટે આર્મીમાં જોડાવા વધુ રસ્તા ખુલ્યા છે- જનરલ નરવણે નિવેદન આપતા જણાવ્યું હતુ કે ભારત અને ચીન વચ્ચે પૂર્વી લદ્દાખ સરહદે અવરોધ છે. જ્યારે પણ આપણે સશસ્ત્ર દળો માટે કરવામાં આવેલા રોકાણો અને ખર્ચ વિશે વાત કરીએ છીએ, ત્યારે આપણે તેને એક રોકાણ તરીકે જોવું જોઈએ. જેના પર આપણે સંપૂર્ણપણે વળતર મળે છે, અને તેને બોજ તરીકે જોવું જોઈએ નહીં. તેમણે વધુમાં કહ્યું હતું કે જ્યારે પણ દેશમાં કટોકટી આવે છે ત્યારે અર્થતંત્ર કેવી રીતે પીડાય છે. જ્યારે પણ કોઈ પણ જગ્યાએ યુદ્ધ હોય, જ્યારે પણ કોઈ પ્રદેશમાં અસ્થિરતા સર્જાય છે. તેની અસર શેરબજાર પર થાય છે. તેમાં જો દેશના સશસ્ત્ર દળો મજબૂત હોય તો જ આવા આંચકામાંથી બચી શકાય છે. જનરલ નરવણે મહિલા સેનાની વાત કરતા કહ્યુ હતું કે મહિલાઓ માટે વધુને વધુ પ્રવાહોમાં સશસ્ત્ર દળોમાં જોડાવા માટે વધુ રસ્તાઓ ખોલવામાં આવ્યા છે," તેમણે ઉમેર્યું હતું કે, મહિલાઓ માટે આર્મી એવિએશન વિંગ પણ ખોલવામાં આવી છે.

સૌથી મોટો દુશ્મન સોશિયલ મીડિયા- હાલના સમયમાં ટેકનોલોજી ખૂબ આગળ વધી છે ત્યારે તે સોશિયલ મીડિયામાં આવતી અફવાથી દૂર રહેવું ખૂબ જ જરૂરી છે. દેશની સેના સરહદ પણ પોતાની ફરજ તો બજાવી રહી છે. પણ અંદર આપણે પોતાની ફરજ બજાવવી ખૂબ જ જરૂરી છે.

રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી દેશનું નામ રોશન કરી રહી છે- સ્કૂલ ઓફ ITના ડાયરેકટર નિધીશ પટનાગર જણાવ્યું હતું કે આજ રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીમાં મહિને ગયા ભારતના વડાપ્રધાન આવ્યા હતાં અને આજે જનરલ ચીફનું આવવું (Army Chief General Narwane RRU Visit) એ આપણું સૌભાગ્ય છે. ચીફ જનરલે IT ટીમ સાથે વાત કરી અને તે શું કામ કરી રહી છે તેના વિશે જાણકારી લીધી હતી. સાથે સાથે તેમણે સાયબર સુરક્ષાને કેવી રીતે વધુ મજબૂત બનાવી શકાય તેના વિશે પણ માહિતી આપી હતી. આગામી સમયમાં અહીં નવી નવી ટેકનોલોજી લાવવામાં આવશે અને તેના પર રિસર્ચ પણ કરવામાં આવશે.

Last Updated : Apr 13, 2022, 9:26 PM IST

ABOUT THE AUTHOR

...view details