ગાંધીનગર : રાજ્યની ભૂપેન્દ્ર પટેલની સરકાર દ્વારા તમામ વિભાગમાં ખાલી પડી રહેલી જગ્યાઓ ભરવા માટેની જાહેરાતો (Appointment of Traveling Teachers )કરવામાં આવી હતી.રાજ્યના શિક્ષણ વિભાગે પણ 3300 વિદ્યા સહાયકોની ભરતી માટેની જાહેરાત કરી છે. ત્યારે હવે વિધ્યાસહાયકની ખાલી જગ્યામાં વધારો કરવામાં આવે તેવી માગ (Demand of Vidhyasahayak Recruitment )સાથે આજે વિદ્યાસહાયક સૌથી વધુ ઉમેદવારો અને તેમના સેન્ટ્રલ વિસ્ટા ગાર્ડન ખાતે વિરોધ કરવા ગયાં હતાં.
વિદ્યાસહાયક ઉમેદવારો સરકાર પાસે પોતાની માગ પૂર્ણ કરાવવા અડગ ગાંધીનગર કલેકટર અને સી.આર. પાટીલને આપવાનું હતું આવેદનપત્ર -ગાંધીનગરના સેન્ટ્રલ વિસ્ટા ગાર્ડનમાંના ઉમેદવારો એકઠા થવાના હતાં અને ગણતરીની મિનિટોમાં જ ગાંધીનગર સહિત રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાંથી ઉમેદવારો ગાંધીનગર ખાતે એકઠા થયા હતાં. ત્યારબાદ તેઓ ગાંધીનગર જિલ્લા કલેકટર અને ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી. આર પાટીલને આવેદનપત્ર આપવા જવાના હતાં. પરંતુ તેઓ ત્યાંથી બહાર નીકળે તે પહેલાં જ પોલીસે તમામ આંદોલનકારીઓની અટકાયત કરી હતી.
આ પણ વાંચોઃ CMએ બાળકોને પૂછ્યું, શિક્ષકો બરાબર ભણાવે છે ને? જવાબ આવ્યો શાળામાં શિક્ષકો જ નથી
શિક્ષક મજૂર નથી : મુનાફ શૈખ - વિદ્યાસહાયક આગેવાન મુનાફ શેખે etv ભારત સાથે ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે રાજ્ય સરકારે વિધાનસભામાં એક હજાર જેટલા વિદ્યાસહાયકોની ઘટ હોવાનું કબૂલ્યું છે. ત્યારે રાજ્ય સરકાર વધુમાં વધુ વિધાસહાયકોની ભરતી બહાર પાડે ત્યારે સરકાર દ્વારા ભરતી બહાર (Appointment of Traveling Teachers ) પાડવામાં આવી છે તે ગત વર્ષની છે. જ્યારે આ વર્ષના મહેકમ સાથે સરકાર દ્વારા 12,000 જેટલી ભરતી (Demand of Vidhyasahayak Recruitment )બહાર પાડવામાં આવે. રાજ્ય સરકાર દ્વારા પ્રવાસી શિક્ષકોની નિમણૂક કરવામાં આવી છે, ત્યારે શિક્ષકો મજુર નથી કે તેઓને પ્રવાસી શિક્ષક તરીકે નિમણૂક આપવી જોઈએ. આમ રજૂઆત સાથે આંદોલન કરવા (Vidhyasahayak Agitation 2022 ) વિદ્યાસહાયકના ઉમેદવારો સેન્ટ્રલ વિસ્ટા ગાર્ડન ખાતે ભેગા થયા હતાં.
તમામની અટકાયત - ગાંધીનગર જિલ્લા કલેકટર અને ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલને (C R Patil )રૂબરૂ મળીને આવેદનપત્ર આપે તે પહેલાં જ તમામ આંદોલનકારી ઉમેદવારોની પોલીસે (Vidhyasahayak Agitation 2022 )અટકાયત કરી હતી. પણ ચીમકી ઉચ્ચારી છે કે જ્યાં સુધી રાજ્ય સરકાર દ્વારા સંપૂર્ણ ભરતી બહાર(Appointment of Traveling Teachers ) પાડવામાં ન આવે ત્યાં સુધી તેઓ ગાંધીનગર છોડશે નહીં.
આ પણ વાંચોઃ BPED Course Bhavnagar: સિનિયર પાસે દાબેલી શીખવા આવે છે શિક્ષકની નોકરી માટે પ્રયત્નો કરીને થાકેલાં યુવાનો