ગાંધીનગર : કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલે (Congress MLA Kirit Patel) વિધાનસભામાં જણાવ્યું હતું કે, સુપ્રીમ કોર્ટે ઉચ્ચ શિક્ષણની બાબતમાં ચુકાદો આપ્યો છે. જે ચુકાદા મુજબ કુલપતિઓની નિમણૂક (Appointment of Chancellors Gujarat) નિયમો અનુસાર થવી જોઈએ. પરંતુ ગુજરાતમાં UGCના નિયમો (rules of ugc for chancellor appointment) નેવે મૂકીને કુલપતિની નિમણૂક કરવામાં આવી રહી છે.
UGCના નિયમો નેવે મુકીને નિમણૂક કરવામાં આવી
કિરીટ પટેલે જણાવ્યું હતું કે, મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી (maharaja sayajirao university of baroda)ના કુલપતિતરીકે ડો.કુલકર્ણીની નિમણૂક UGCના નિયમો નેવે મુકીને કરવામાં આવી હતી. આ બાબતને હાઇકોર્ટમાં લઇ જવાતા તેમની નિમણૂક રદ કરવા માટે સરકારને કહેવામાં આવ્યું છે. ત્યારબાદ સમગ્ર મામલો સુપ્રીમ કોર્ટમાં ગયો છે.
આ પણ વાંચો:GTU Examination Fee Controversy: GTUના વિદ્યાર્થીએ એક વિષયની પરીક્ષા માટે ભરવી પડી 7,125 રૂપિયા ફી