ગુજરાત

gujarat

ETV Bharat / city

સાર્ક દેશોની સાઉથ એશિયન ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીમાં ગાંધીનગરના ધારાશાસ્ત્રીની નેશનલ વાઇસ પ્રેસિડેન્ટ તરીકે નિમણૂક - Appointment of Ashwin Trivedi as National Vice President of SAARC South Asian Chamber of Commerce and Industry

ગાંધીનગરના ધારાશાસ્ત્રી અને ત્રિવેદી એસોસિએટના ડિરેક્ટર અશ્વિન ત્રિવેદીની નિમણૂક સાર્ક દેશોની ઔદ્યોગિક અને વાણિજ્ય સંસ્થા સાઉથ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીમાં ભારત રાષ્ટ્રના વાઇસ ચેરમેન તરીકે કરવામાં આવી છે. આ સંસ્થાના ડાયરેક્ટર જનરલ સંતોષ શુક્લએ નિમણૂક કરી છે.

ગાંધીનગરના ધારાશાસ્ત્રીની સાર્ક દેશોની સાઉથ એશિયન ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીમાં નેશનલ વાઇસ પ્રેસિડેન્ટ તરીકે નિમણુંક
ગાંધીનગરના ધારાશાસ્ત્રીની સાર્ક દેશોની સાઉથ એશિયન ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીમાં નેશનલ વાઇસ પ્રેસિડેન્ટ તરીકે નિમણુંક

By

Published : Oct 14, 2020, 3:47 PM IST

ગાંધીનગર: દિલ્હી ખાતેના કાર્યાલયથી અશ્વિન ત્રિવેદીની જાહેરાત થઇ હતી. ભારત દેશની અગ્રગણ્ય કંપનીઓના વડાઓ પણ આ સંસ્થા સાથે જોડાયેલા છે અને ભારત સરકારની લઘુ, સુક્ષમ અને માધ્યમ ઉદ્યોગ મંત્રાલયના નીતિ નિયમો અનુસાર અર્ધસરકારી સંસ્થામાં સમાવેશ થાય છે. ધારાશાસ્ત્રીની સાથે ગુજરાત સરકારના સ્પેશિયલ સરકારી વકીલ છે અને સાથે સાથે ત્રિવેદી એસોસિએટના ડાયરેક્ટર તથા શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મસમાજના ઉપપ્રમુખ છે.

લંડનની વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ સંસ્થાના ગુજરાતના ચેરમેન તરીકે પણ જવાબદારી નિભાવી રહ્યા છે. સામાજિક અને કોર્પોરેટ સંસ્થાઓના બહોળા અનુભવના આધારે અશ્વિન ત્રિવેદીની નિમણૂક નેશનલ વાઇસ પ્રેસિડેન્ટ તરીકે થયેલા છે. જે ગાંધીનગર અને ગુજરાત માટે ગૌરવરૂપ બાબત છે.

સંસ્થાનું કાર્ય આગામી દિવસોમાં વાણિજ્ય અને ઔદ્યોગિક ક્ષેત્રે ઉદ્યોગકારોને અને શ્રમિકોને પડતી તકલીફ માટે કોર્પોરેટ ક્ષેત્ર અને સરકાર વચ્ચે સેતુ બનીને પ્રશ્નોનું નિરાકરણ લાવવાનું રહેશે.

આગામી દિવસોમાં રાજધાની દિલ્હી ખાતે સાર્ક દેશોના પ્રતિનિધિઓ અને રાજદૂતો તથા દેશના અગ્રણી ઉદ્યોગપતિઓ તથા કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરી સહિત મહાનુભાવોની હાજરીમાં શપથગ્રહણ સમારોહ યોજાશે. જેમાં ત્રિવેદી નેશનલ વાઇસ પ્રેસિડેન્ટ તરીકે હોદ્દા અને સત્તાના શપથ લેશે.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details