ગુજરાત

gujarat

ETV Bharat / city

ગુજરાત ભાજપના નવા પ્રદેશ પ્રમુખ તરીકે સી.આર.પાટીલની નિમણૂક

ગુજરાતમાં આઠ બેઠકો પર નજીકના ભવિષ્યમાં પેટા ચૂંટણી યોજાવાની છે, ત્યારે રાજકારણમાં મોટા ઉતાર-ચઢાવ જોવા મળી રહ્યા છે. ભારતની સૌથી મોટી રાજકીય પાર્ટી ભારતીય જનતા પાર્ટીના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ તરીકે સી.આર પાટીલની નિમણૂક કરાઈ છે. જેઓ નવસારીના સાંસદ છે.

cr patil
સી.આર. પાટીલ

By

Published : Jul 20, 2020, 4:43 PM IST

અમદાવાદઃ ચંદ્રકાન્ત રઘુનાથ પાટિલ (સી.આર.પાટીલ) ભાજપના નેજા હેઠળ 17મી, 2019 લોકસભાની ચૂંટણીમાં નવસારી બેઠક પરથી 6,89,668 રેકોર્ડ મતના માર્જિનથી સાંસદ તરીકે ચૂંટાયા હતા. ત્યારે આજે સોમવારે સી.આર.પાટીલની ભાજપના અધ્યક્ષ તરીકે નિમણૂક કરાઇ છે.

સી.આર.પાટિલનો જન્મ 16 માર્ચ, 1955માં મહારાષ્ટ્રના જલગાંવમાં થયો હતો. તેઓએ સૂરતના આઈટીઆઈમાંથી ટેકનિકલ ટ્રેનિંગ લીધી હતી અને તેઓ 1989માં રાજકારણમાં પ્રવેશ્યા હતા. તેઓ વ્યવસાતે ખેડૂત છે અને બિઝનેસ પણ કરે છે.

સતાવાર જાહેરાત

સી. આર. પાટિલ ભારતના પ્રથમ સાંસદ છે કે, જેમની ઓફિસને આઈએસઓ 9001-2008નું સર્ટિફિક્ટ મળ્યું હતું. તેમની ઓફિસ કવૉલિટી મેનેજમેન્ટ સીસ્ટમ અમલી બનાવી હતી.

દક્ષિણ ગુજરાતને ભાજપમાં વધુ મહત્વ અપાયું છે. સી.આર. પાટીલની વરણીથી તે સાબિત થાય છે. તેમજ આ પહેલા સૂરતથી કાશીરામ રાણા પ્રદેશ ભાજપ પ્રમુખ હતા. ઘણા વર્ષો પછી ભાજપ પ્રદેશ પ્રમુખ પદે દક્ષિણ ગુજરાતને નેતૃત્વ મળ્યું છે.

તેઓ 1991માં 'નવગુજરાત ટાઈમ્સ' વર્તમાનપત્રના એડિટર અને પબ્લિશર રહી ચૂક્યા છે. સાંસદ આદર્શ ગ્રામ યોજના અંતર્ગત તેઓએ નવસારીના ચીખલી ગામની કાયાપલટ કરી છે. આજે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા દ્વારા ગુજરાત પ્રદેશ અધ્યક્ષ તરીકે સી.આર.પતિલના નામની જાહેરાત થઇ હતી. જેને લઇને ભાજપના કાર્યકરોમાં હર્ષનો માહોલ જોવા મળી રહ્યો છે.

ઉલ્લેખનીય છે કે, ભૂતપૂર્વ ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીની ટર્મ પૂરી થઈ ચૂકી હતી. પરંતુ રાજ્ય સભાની ચૂંટણીઓ અને કોરોના વાઇરસને ધ્યાનમાં લઈને નવા પ્રદેશ અધક્ષની નિમણૂક વિલંબથી કરાઈ હતી.

આ ઉપરાંત આગામી સમયમાં ગુજરાત વિધાનસભાની આઠ બેઠકો પર પેટા ચૂંટણીઓ યોજાવાની છે. ત્યારે કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલ અને ભાજપના નવા પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલની રણનીતિઓ જોવાલાયક રહેશે.

ABOUT THE AUTHOR

...view details