ગુજરાત

gujarat

ETV Bharat / city

ઇટીવી ભારતના અહેવાલ પર વિધાનસભા અધ્યક્ષે મારી મહોર, બેસ્ટ MLA એવોર્ડની કરી જાહેરાત

દેશના અન્ય રાજ્યો જેવા કે રાજસ્થાન, ઝારખંડ, ઉત્તરાખંડ અને આસામ બાદ હવે ગુજરાતમાં પણ બેસ્ટ એવોર્ડ આપવામાં આવશે, ગુજરાત વિધાનસભાના ચોમાસા સત્રમાં જ બેસ્ટ ધારાસભ્ય તરીકેના એવોર્ડ આપવામાં આવશે. જેની આજે વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ બેસ્ટ એમ.એલ.એ. એવોર્ડની સત્તાવાર જાહેરાત કરી છે જ્યારે ઈટીવી ભારતે 10 સપ્ટેમ્બરના રોજ વિશેષ અહેવાલ રજૂ કર્યો હતો.

ઇટીવી ભારતના અહેવાલ પર વિધાનસભા અધ્યક્ષે મારી મહોર, બેસ્ટ MLA એવોર્ડની કરી જાહેરાત
ઇટીવી ભારતના અહેવાલ પર વિધાનસભા અધ્યક્ષે મારી મહોર, બેસ્ટ MLA એવોર્ડની કરી જાહેરાત

By

Published : Sep 15, 2020, 4:27 PM IST

ગાંધીનગર : વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ શ્રેષ્ઠ ધારાસભ્ય એવોર્ડની જાહેરાત કરતાં જણાવ્યું હતું કે ગુજરાતમાં પ્રથમ વખત વિધાનસભાની અંદર શ્રેષ્ઠ ધારાસભ્ય તરીકેનો એવોર્ડ એનાયત કરવામાં આવશે. આ શ્રેષ્ઠ ધારાસભ્યની નામની પસંદગી માટે એક કમિટીની રચના પણ કરવામાં આવી છે. જ્યારે કમિટી દ્વારા અનેક નામોની ભલામણ આવી છે ત્યારે ચોમાસુ વિધાનસભા સત્ર દરમિયાન અંતિમ દિવસે વિધાનસભાની કાર્યવાહી પૂર્ણ થઇ જશે ત્યારે આ એવોર્ડની જાહેરાત કરવામાં આવશે.

ઇટીવી ભારતના અહેવાલ પર વિધાનસભા અધ્યક્ષે મારી મહોર, બેસ્ટ MLA એવોર્ડની કરી જાહેરાત
શ્રેષ્ઠ ધારાસભ્યોના એવોર્ડ માટેના માપદંડ1.સભ્યોનો અનુભવ2. ચર્ચા વકતૃત્વ કૌશલ્ય3.પ્રજાહિતના મુદ્દાઓના સંબંધમાં જાગરૂકતા ઉઠાવતાં મુદ્દાઓની વિવિધતા તથા તેની ગંભીરતા કોઈપણ મુદ્દાને રજૂ કરવાની રીત4.ભાષા પર પ્રભુત્વ5.વિધાનસભાના નિયમો પ્રક્રિયાનું જ્ઞાન તથા તેનું ગૃહની અંદર અને બહાર પાલન અધ્યક્ષ અથવા પ્રમુખ અધિકારીના સૂચનાઓના પાલન માટે દર્શાવવામાં આવેલ વિવિધ સમિતિઓમાં કરવામાં આવેલ કાર્યો અને ઉપલબ્ધિઓ6. સભ્યનું ગૃહમાં અને ગૃહની બહાર જાહેર જીવનમાં આચરણ જૂની પરંપરાઓ રૂઢિઓ અને પ્રથાઓ7.ગૃહ પ્રત્યેના દ્રષ્ટિકોણની વ્યવસ્થા અને શાંતિ જાળવવામાં સહયોગ8. ગરિમાની જાળવણીમાં સહયોગ અને યોગદાન9. અધ્યક્ષસ્થાનેથી આપવામાં આવેલ આદેશોનું પાલન10. નિયમિત હાજરી પ્રક્રિયા11. કાર્યવાહીના સંચાલન નિયમોમાં શ્રદ્ધા12. ગૃહમાં પૂછવામાં આવતાં પ્રશ્નોની ગુણવત્તા અને રજૂ કરવાની રીતભાત13. સંચાલનમાં અવધની સ્થિતિમાં ગૃહની કાર્યવાહી ચલાવવામાં સહયોગહવે અન્ય રાજ્યોની જેમ ગુજરાત વિધાનસભામાં પણ શ્રેષ્ઠ ધારાસભ્યોના એવોર્ડ એનાયત કરવામાં આવશે. શ્રેષ્ઠ ધારાસભ્યોના નામ ચોમાસુ વિધાનસભા સત્રના અંતિમ દિવસે કામકાજ પૂર્ણ થયા બાદ જાહેરાત થશે.

ABOUT THE AUTHOR

...view details