ગુજરાત

gujarat

ETV Bharat / city

ઇન-સર્વિસ ડોક્ટરો-GMERSના અધ્યાપકોને રાજ્ય સરકારની અનોખી ભેટ, નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે કરી મોટી જાહેરાત - GMERSના અધ્યાપકો

આજે ભાઈ બહેનના પ્રેમના પ્રતિકનું પર્વ રક્ષાબંધનનો તહેવા છે, ત્યારે રાજ્ય સરકાર દ્વારા મોટી જાહેરાત કરવામાં આવી છે. નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ દ્વારા ઈન-સર્વિસ ડોક્ટરો તેમજ મેડિકલ કોલેજોમાં અધ્યાપક તરીકે સેવા આપતા કર્મચારીઓનો રક્ષાબંધન પર્વ પર અનોખી ભેટ આપવામાં આવતા કર્મચારીઓમાં આનંદ અને ખુશીની લહેર જોવા મળી રહ્યો છે.

ઇન-સર્વિસ ડોક્ટરો-GMERSના અધ્યાપકોને રાજ્ય સરકારની અનોખી ભેટ
ઇન-સર્વિસ ડોક્ટરો-GMERSના અધ્યાપકોને રાજ્ય સરકારની અનોખી ભેટ

By

Published : Aug 22, 2021, 11:23 AM IST

  • ઇન-સર્વિસ ડોક્ટરો-GMERSના અધ્યાપકોને રાજ્ય સરકારની અનોખી ભેટ
  • નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે કરી મોટી જાહેરાત
  • કર્મચારીઓમાં આનંદ અને ખુશીની લહેર

ન્યૂઝ ડેસ્ક : રક્ષાબંધનના પર્વે રાજ્ય સરકાર દ્વારા તબીબોને ભેટ આપવામાં આવી છે. જે મુજબ સરકારી હોસ્પિટલો તથા જી.એમ.ઈ.આર.એસની મેડિકલ કોલેજોમાં પ્રોફેસરોને નોન પ્રેક્ટિસિંગ એલાઉન્સ આપવાની જાહેરાત કરી છે.

ઇન-સર્વિસ ડોક્ટરો-GMERSના અધ્યાપકોને રક્ષાબંધનની ભેટ

રાજ્ય સરકાર આ તમામને સાતમાં પગાર પંચ મુજબ નોન પ્રેક્ટિસિંગ અલાઉન્સ આપશે.તબીબો-અધ્યાપકોને NPA ચૂકવવાની નીતિન પટેલની જાહેરાત રાજ્યના નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા કરી હતી. તેમણે તસવીર પોસ્ટ કરી હતી, જેમાં લખ્યું છે, ગુજરાત સરકારની હોસ્પિટલોમાં ફરજ બજાવતા ઈન સર્વિસ ડોક્ટરો તથા જી.એમ.ઈ.આર.એસની મેડિકલ કોલેજોમાં અધ્યાપકો તરીકે ફરજ બજાવતા પાત્રતા ધરાવતા તમામ ડોક્ટરો અને અધ્યાપકોને સાતમા પગાર પંચ મુબજનું નોન પ્રેક્ટિસિંગ અલાઉન્સ આપવાની મંજૂરી આપી રક્ષાબંધનની ભેટ.

ઇન-સર્વિસ ડોક્ટરો-GMERSના અધ્યાપકોને રાજ્ય સરકારની અનોખી ભેટ

આ પણ વાંચો : કાબુલથી 168 ભારતીયોને લઇને વાયુસેનાનો વિમાન હિડન એરબેઝ પર પહોંચ્યો

ઇન-સર્વિસ ડોક્ટરો-GMERSના અધ્યાપકોને રક્ષાબંધનની ભેટ

આજે રક્ષાબંધનના પવિત્ર તહેવાર પર ઈન-સર્વિસ ડોક્ટરો તેમજ GMERSના અધ્યાપકોને સરાકને મોટી ભેટ આપી છે. રક્ષાબંધનના તહેવારના દિવસે જ DyCM નીતિન પટેલે એક મોટી જાહેરાત કરતા ગુજરાતના ડોક્ટરો અને અધ્યાપકોને સાતમાં પગારપંચની મંજૂરી આપી દીધી છે જેથી ઈન-સર્વિસ ડોક્ટરો અને GMERSના અધ્યાપકોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે. સાતમાં પગારપંચ મુજબ નોન પ્રેક્ટીસિંગ એલાઉન્સની મંજૂરી મળતા કર્મચારીઓમાં આનંદો વ્યાપી ગયો છે.

આ પણ વાંચો :રામગઢના રાણી અવંતીબાઈ, એ રાણી જેને જીવતેજીવ અંગ્રેજો હાથ ન અડાડી શક્યાં


ગુજરાતના ડોક્ટરો-અધ્યાપકોને સાતમા પગારપંચની મંજૂરી

નીતિન પટેલે જાહેરાત કરતા જણાવ્યું કે, ગુજરાત સરકારની હોસ્પિટલમાં ફરજ બજાવતા ઈન સર્વિસ ડોક્ટરો તથા GMERSની મેડિકલ કોલેજોમાં અધ્યાપકો તરીકે ફરજ બજાવતા પાત્રતા ધરાવતા તમામ ડોક્ટરો અને અધ્યાપકોને સાતમાં પગાર પંચ મુજબનુ નોન પ્રેક્ટીસિંગ એલાઉન્સ આપવાની મંજૂરી આપવામાં આવી છે. આમ રક્ષાબંધન પર્વ પર કર્મચારીઓ અને અધ્યાપકોને રાજ્ય સરકાર અનોખી ભેટ અપાતા કર્મચારીઓ અને અધ્યાપકોમાં આનંદો છવાઈ ગયો છે.

ABOUT THE AUTHOR

...view details