- ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા 10 મે થી શરૂ થશે
- ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા સત્તાવાર તારીખો જાહેર કરવામાં આવી
- કોવિડ 19ના નિયમો અનુસાર લેવામાં આવશે પરીક્ષા
ગાંધીનગર : ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા બુધવારે સત્તાવાર રીતે ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાની તારીખો જાહેર કરવામાં આવી છે. જેમાં મે મહિનાની 10 તારીખથી 25 તારીખ દરમિયાન બોર્ડની પરીક્ષા લેવામાં આવશે. આ ઉપરાંત પરીક્ષાનો વિગતવાર કાર્યક્રમ પણ શિક્ષણ બોર્ડ દ્વારા તૈયાર કરી લેવામાં આવ્યો છે, જે અંગે તમામ શાળા સંચાલકોને આ કાર્યક્રમ મોકલી દેવામાં આવ્યો છે.
કોરોના ગાઈડલાઈન્સનું પાલન ફરજીયાત
વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં લઇને તમામ જગ્યા ઉપર કોરોના નિયમોનું પાલન કરવામાં આવી રહ્યું છે, ત્યારે ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા દરમિયાન પણ કોરોના નિયમોનું પાલન કરવાનું રહેશે, જેમાં બે વિદ્યાર્થીઓ વચ્ચે સામાજિક અંતર સેનેટાઈઝરની વ્યવસ્થા અને થર્મલથી ચેકિંગની વ્યવસ્થા પરીક્ષા કેન્દ્રો ઉપર કરવાની રહેશે. નિયમો પ્રમાણે જ એક વર્ગખંડમાં પરીક્ષાર્થીઓની હાજરી નિયમિત કરવામાં આવશે.