ગુજરાત

gujarat

ETV Bharat / city

અજાણી મહિલા નર્સ બની ગાંધીનગર સિવિલમાં 5 દિવસના બાળકને લઈને ફરાર - અજાણી મહિલા નર્સ

સિવિલ હોસ્પિટલમાં એક અજાણી મહિલા નર્સ બની 5 દિવસના બાળકને ઉઠાવી ગઈ હોવાની ઘટના સામે આવી છે. જોકે, આ મામલે ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ શરૂ કરી છે. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે સિવિલના CCTV કેમેરા જ બંધ હતા. આ મામલે સિવિલ સુપરિન્ટન્ડન્ટ ડૉ. નિરાલી લાખયાણીએ મળવાની ના પાડી દીધી હતી.

અજાણી મહિલા નર્સ બની ગાંધીનગર સિવિલમાં 5 દિવસના બાળકને લઈને ફરાર
અજાણી મહિલા નર્સ બની ગાંધીનગર સિવિલમાં 5 દિવસના બાળકને લઈને ફરાર

By

Published : Apr 3, 2021, 4:03 PM IST

  • સમગ્ર મામલે સિવિલ સુપરિન્ટન્ડન્ટે મળવાની ના પાડી દીધી
  • અજાણી મહિલા નર્સ બનીને આવી અને બાળકને ઉઠાઈ ગઈ
  • સિવિલમાં CCTV કેમેરા ચાલુ ન હોવાથી ફૂટેજ ન મળ્યા
  • સેક્ટર 7 પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો

ગાંધીનગરઃ સિવિલ હોસ્પિટલમાં શુક્રવારે 5 દિવસના નવજાતને ઉઠાવી જવાની ઘટના સામે આવી છે. મહિલા નર્સ બની આ બાળકને ઉઠાવી ગઈ છે. તે પ્રકારની ફરિયાદ શુક્રવારે ગાંધીનગર સેક્ટર 7 પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવી છે. સિવિલમાં ત્યાંના CCTV કેમેરા ચાલુ ન હોવાથી ફૂટેજ મળી શક્યા નહતા. આ મામલે સિવિલ સુપરિન્ટન્ડન્ટે મળવાની ના પાડી દીધી હતી અને કોરોનાની કામગીરીનું બહાનું કાઢ્યું હતું.

આ પણ વાંચોઃગુમ થયાનાં 4 વર્ષ બાદ અમદાવાદની મહિલા ઓડિશાથી મળી આવી, પરિવાર સાથે મેળાપ થતા સર્જાયા લાગણીસભર દ્રશ્યો

ટાંકા તોડવાના બહાને નકલી નર્સ બની બાળકને ઉપાડી ગઈત્રિ મંદિર પાસે છાપરામાં રહેતા યુવક તેની પત્ની ગાયત્રી દેવીને પ્રસૂતિ કરાવવા ગાંધીનગર સિવિલ લાવ્યો હતો. અહીં 31 માર્ચે મહિલાએ પૂત્રને આપ્યો હતો. જન્મ બાદ રજા આપી દેવાઈ હતી. બીજા દિવસે સવારે 10 વાગે 1 એપ્રિલે અજાણી સ્ત્રી નર્સ બની ટાંકા તોડવાના બહાને હોસ્પિટલ લઈ જવાનું બહાનું કાઢી ગાયત્રી દેવીને સિવિલમાં લઈ આવી હતી. અહીં પહોંચતાં પહેલાં ગાયત્રી દેવીને એક મંદિર પાસે બેસવા કહ્યું હતું. આ સમયે મહિલાએ બહાર નીકળી વજન કરાવવા તેમ જ રસી મુકવાના બહાને બાળકને લઈ ગુમ થઈ ગઈ હતી.આ પણ વાંચોઃજૂનાગઢ પોલીસે દાતાર પર્વત પરથી ગુમ થયેલા માનસિક બિમારી ધરાવતા બાળકને શોધી કાઢ્યો

પરિવારમાં પુત્રનો જન્મ થયો છે તે વાતની ખુશી દુઃખમાં ફેરવાઈ

જોકે, આખો દિવસ સિવિલમાં બાળકને શોધવા છતાં પણ બાળક મળ્યું નહોતું. પરિવારમાં પૂત્રનો જન્મ થયો છે તે વાતની ખુશી દુઃખમાં ફેરવાઈ હતી. એક દિવસ બાદ શુક્રવારે સેક્ટર-7 પોલીસને જાણ કરાઈ હતી, જેને આધારે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. પોલીસે સિવિલ હોસ્પિટલમાં CCTV ફૂટેજ ચેક કર્યા, પરંતુ CCTV ચાલુ નહતા. ચાર રસ્તાના CCTVના આધારે પોલીસે ઘટનાની તપાસ હાથ ધરી છે. આ ઘટના પોલીસ ઈન્સ્પેક્ટર એસ. એસ. પવાર દ્વારા તપાસવામાં આવી રહી છે.

ABOUT THE AUTHOR

...view details