ગત અઠવાડીયે મોડાસામાં નૈનેશ ડેકોરેશનના નામે ધંધો કરતા નૈનેશભાઈ હસમુખભાઈ શાહ પરિવાર સાથે નાથદ્વારા દર્શન કરવા માટે ગયા હતા. તેમણે ઉદેપુરની હોટલમાં પરિવાર સાથે ઝેરી દવા ગટગટાવી લીધી હતી. ત્યારબાદ ડૉક્ટરો દ્વારા પતિ-પત્નીને મૃત જાહેર કરવામાં આવ્યાં હતા. જ્યારે 17 વર્ષીય દિકરાને અને 14 વર્ષીય દિકરીને સારવાર અર્થે મોડાસાની હોસ્પિટલમાં લાવવામાં આવ્યાં હતા.
દહેગામ નજીક ગમખ્વાર અકસ્માત, 2ના મોત 1 ઇજાગ્રસ્ત - દહેગામમાં અકસ્માત
ગાંધીનગર: વિધિની વક્રતા ક્યારેક એવી હોય છે કે, કાળા માથાના માનવીના રૂંવાટા ઉભા કરી દે છે. તાજેતરમાં જ મોડાસાના એક વેપારીએ ઉદેપુર ખાતે પરિવાર સાથે ઝેરી દવા ગટગટાવી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જેમાં દંપતિનું મોત નિપજ્યું હતું. જ્યારે તેમના બે બાળકો મોતના મુખમાંથી પાછા આવ્યાં હતા. આ ઘટનાને લઈ મોડાસાના ખડાયતા સમાજમાં કળ વળી નથી ત્યાં તો આપઘાત કરનારા વેપારીના બે સાળા અને બનેવી મોડાસા ખાતે બંને બાળકોની ખબર લેવા આવી રહ્યા હતા, તે દરમિયાન દહેગામ પાસે ડમ્પરે તેમની કારને ટક્કર મારતાં બંને સાળાના ઘટનાસ્થળે મોત નિપજ્યા, જ્યારે બનેવી ગંભીર રીતે ઘાયલ થયા છે.
દહેગામ પાસે અકસ્માત, 2ના મોત 1 ઘાયલ
સોમવારના રોજ નૈનેશભાઈના બે સાળા મેહુલ મોદી, પરાગ મોદી તેમજ તેમના બનેવી શૈલેષ શાહ બાળકોની તબિયત જાણવા માટે મોડાસા જઇ રહ્યા હતા. તે દરમિયાન દહેગામ નજીક એક ડમ્પરે તેમની કારને જોરદાર ટક્કર મારી હતી. જેમાં નૈનેશભાઈના બે સાળા મેહુલ અને પરાગનું ઘટનાસ્થળે મોત થયું હતું. જ્યારે તેમના બનેવી શૈલેષભાઈને ગંભીર ઈજાઓ પહોંચી હતી. જેથી તેમને વધુ સારવાર અર્થે અમદાવાદ ખસેડવામાં આવ્યા હતા.