- રાજ્યમાં કોરોના વાઇરસનો કહેર યથાવત
- ગાંધીનગરમાં બનશે 850 બેડની કોવિડ હોસ્પિટલ
- કોવિડ હોસ્પિટલમાં એકપણ નોર્મલ બેડ નહીં હોય
ગાંધીનગર: મહાત્મા મંદિર ખાતે આગામી દિવસોમાં ટૂંક જ સમયમાં કોરોના દર્દીઓ માટેની કોરોના હોસ્પિટલ શરૂ થશે. હોસ્પિટલ પહેલા 1200 બેડની બનવવાની હતી જે હવે 850 બેડની બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જોકે અત્યારે આ કામને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. હોસ્પિટલમાં જુદા જુદા વોર્ડમાં ICU અને ઓક્સિજન બેડ ગોઠવી દેવામાં આવ્યા છે. જેની વિશેષતા એ છે કે તેમાં એક પણ સાદો બેડ નહિં હોય. તમામ ઓક્સિજન અને ICU સહિતના જ બેડ હશે. કોરોનાની બીજી લહેરમાં લોકો માટે ઓક્સિજન અને ICUના બેડની કમી હતી. જેને ધ્યાનમાં રાખી DRDO અને ગુજરાત સરકાર દ્વારા આ પ્રકારની જરૂરિયાતોને ધ્યાનમાં રાખી આ હોસ્પિટલ બનવવામાં આવશે.
આ પણ વાંચોઃ મહાત્મા મંદિર ખાતે કોવિડ હોસ્પિટલ જુદા-જુદા ફેઝમાં તૈયાર થશે, દર્દીની ડેડ બોડી લઇ જવા ગેટ બનાવાયો
ગાંધીનગર સિવિલના એક્સ્ટન્શનના ભાગરૂપે આ હોસ્પિટલ ચલાવવામાં આવશે
આરોગ્ય કમિશનર જયપ્રકાશ શિવહરેએ જણાવ્યું હતું કે, ગવર્મેન્ટ હોસ્પિટલ અને DRDOના સહયોગથી આ હોસ્પિટલ બનાવવામાં આવી રહી છે. જેનું 15 દિવસથી કામ ચાલી રહ્યું છે. ગાંધીનગર સિવિલના એક્સ્ટનશનના ભાગરૂપે આ હોસ્પિટલ ચલાવવામાં આવશે. જે સુપ્રિન્ટેન્ડેન્ટ નિયતિ લાખાણીની અંડર ચલાવવામાં આવશે. આ ઉપરાંત મ્યુનિસિપલ કમિશનર તથા કલેક્ટર સાથેની કમિટી બનશે. જેમની દેખરેખ હેઠળ આ હોસ્પિટલ કાર્યરત રહેશે. જેમાં ICU બેડ, ઓક્સિજન બેડની વ્યવસ્થા કરવામાં આવશે.