ગાંધીનગર : ગુજરાત વિધાનસભાની ચૂંટણીને (Gujarat Assembly Election 2022) નજીક છે, ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ વારંવાર ગુજરાતી મુલાકાતે આવી રહ્યા છે. જેને લઈને હવે 28 અને 29 મેના રોજ ગુજરાત પ્રવાસે આવશે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ (Amit Shah visit Gujarat) આવી રહ્યા છે. ગુજરાતના ગૃહ વિભાગના અનેક પ્રોજેક્ટો અને મહત્વના પોલીસ આવાસ નિગમનો લોકાર્પણ કરશે. સાથે જ અમદાવાદના નારણપુરા ખાતેનું સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનો પણ 29મીના રોજ ખાતમુર્હત કરવામાં આવશે. જ્યારે 29મીના રોજ ખેડા ખાતે ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં 70 હજારથી વધુ લોકો નડિયાદના ભવ્ય કાર્યક્રમમાં હાજર રહેશે તેવી જાહેરાત પણ હર્ષ સંઘવીએ કરી છે.
કેન્દ્રીય ગૃહપ્રધાન ગુજરાતની મુલાકાતને લઈને તૈયારી સૌરાષ્ટ્રમાં સાયબર ક્રાઈમ પર લાગશે બ્રેક - ગૃહપ્રધાન હર્ષ સંઘવીએ જણાવ્યું કે,ગુજરાત રાજ્યના મહત્વનો અને અભિન્ન અંગ એવું સૌરાષ્ટ્રમાં પોલીસની કામગીરી વધારવામાં આવશે. જ્યારે વર્તમાન સમયમાં અત્યારે લોકો સાઇબર ક્રાઇમનો ભોગ બની રહ્યા છે, ત્યારે રાજકોટમાં કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ એક અદ્યતન ટેક્નોલોજીથી સજ્જ 9 સાઇબર ક્રાઇમ યુનિટનું (Rajkot Cyber Crime Unit) લોકાર્પણ કરશે. જ્યારે રાજકોટ ક્રાઇમ બ્રાન્ચમાં એક નવા ટેકનોલોજીથી સજ્જ Interrogation રૂમ તૈયાર કરવામાં આવ્યો છે. જેનાથી સમયની બચત કરીને એક જ જગ્યાએ આરોપીનું ઇન્ટ્રોગેશન કરીને અલગ અલગ પદ્ધતિથી સબૂત એકત્રિત કરવામાં આવશે. તેમજ વિડીયો કોંફ્રેન્સની મદદથી રાજકોટ ક્રાઈમ બ્રાન્ચનો નવો ઇન્ટ્રોગેશન રૂમની પણ લોકાર્પણ (Amit Shah Inauguration in Gujarat) અમિત શાહના હસ્તે કરવામાં આવશે.
આ પણ વાંચો :અમદાવાદમાં યોજાનારી IPLની ફાઈનલ મેચ જોવા માટે આવશે આ દિગ્ગજ નેતાઓ...
પોલીસ આવાસોની ફાળવણી -હર્ષ સંઘવીએ વધુમાં જણાવ્યું હતું કે, રાજ્યના પોલીસ કર્મચારીઓને માળખાકીય સવલતોનો લાભ મળી રહે તે માટે રાજ્ય સરકાર દ્વારા વિવિધ પ્રોજેક્ટ હાથ ધર્યા છે. જે અંતર્ગત આગામી 29મીના રોજ કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહના હસ્તે ખેડા જિલ્લાના નડિયાદ ખાતેથી રાજ્યના પોલીસ વિભાગ માટે ગુજરાત પોલીસ હાઉસિંગ કોર્પોરેશન (Gujarat Police Housing Corporation) દ્વારા બાંધવામાં આવેલા રહેણાંક અને બિન રહેણાંક મકાનોના લોકાર્પણ કરવામાં આવશે. આમ, ખેડા સહિત રાજ્યના અન્ય 25 જિલ્લા ખાતે તૈયાર થયેલા પોલીસ વિભાગના મકાનોનું પણ લોકાર્પણ કરવામાં આવશે. આ તમામ જિલ્લાઓના મુખ્ય મથક ખાતે પણ લોકાર્પણ પ્રસંગે કાર્યક્રમો યોજવામાં આવશે. જેમાં જે તે જિલ્લાના પ્રભારી પ્રધાનો અને સ્થાનિક આગેવાનો અને અધિકારીઓ હાજર રહેશે.
આ પણ વાંચો :વડાપ્રધાનને પર્યાવરણ મિત્રએ કેમ લખ્યો પત્ર, જાણો શું રહ્યું કારણ
ક્યાં પ્રોજેકટનું થશે લોકાર્પણ - અમિત શાહ દ્વારા લોકાર્પણ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે, ત્યારે પ્રોજેક્ટની વાત કરવામાં આવે તો પોલીસ સ્ટેશન, પોલીસ હેડ કોટર અલગ અલગ કલરના અધિકારીઓની કચેરીઓ સહિતના પોલીસ મથકના મકાનો અદ્યતન બને તેમાં નાગરિકોને પૂરતી સુવિધા, પોલીસ કર્મચારીઓને પાડા મુક્ત ખાનની સુવિધા મળી રહે તે બાબતના પ્રોજેક્ટનું લોકાર્પણ કરવામાં આવશે. પોલીસ આવાસ નિગમ દ્વારા સ્થાપનાથી અત્યાર સુધીમાં કુલ 48,650 જેટલા વિવિધ કક્ષાના રહેણાંક મકાનો બાંધકામ 4443.18 કરોડના ખર્ચે હાથ ધરવામાં આવ્યું છે. આ ઉપરાંત આવાસ નિગમ દ્વારા રહેણાંકના મકાનો જેવા કે પોલીસ સ્ટેશન ચેકપોસ્ટ SP ઓફિસ બેલેન્સ જેલ M.T. Section વગેરેના બાંધકામોની પણ કામગીરી હાથ ધરવામાં આવી છે. આમ, આવાસ નિગમ દ્વારા અત્યાર સુધીમાં કુલ 37 હજાર જેટલા વિવિધ પ્રકારના ત્યાં મકાનનું બાંધકામ 1548 જેટલા વિવિધ બીન રહેણાંક મકાનનું બાંધકામ 1747 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવ્યું છે. તેવુ જણાવ્યું હતું.
10,000 મકાનનું કામકાજ બાકી -હર્ષ સંઘવીએ વધુમાં જણાવ્યું હતું કે, રાજ્યમાં હજુ પણ પોલીસ આવાસ (Gujarat Police Avas) માટેના દસ હજાર જેટલા મકાનનું કામકાજ શરૂ કરવામાં આવ્યું છે. તે પણ ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે. આમ, રાજ્યના પોલીસ કર્મચારીઓએ ભાડા મુક્ત થવા માટે રાજ્ય સરકાર દ્વારા આ નક્કર પગલાં ભરવામાં આવી રહ્યા છે.