ગાંધીનગર- કેન્દ્રીય ગૃહપ્રધાન -સહકારપ્રધાન અમિત શાહે (Amit shah in mansa)આજે શનિવારે 23 જુલાઈએ ગાંધીનગરના માણસામાં અક્ષયપાત્ર ફાઉન્ડેશનના(Akshypatra Foundation ) નવા 64માં કિચનનું ઉદ્ધાટન (Launch of Mid Day Meal Feeding Initiative) કર્યું છે. ઇન્ડસઇન્ડ બેંક લિમિટેડના સહયોગથી આ કિચન તૈયાર કરવામાં આવ્યું છે. આ અક્ષયપાત્ર કિચનના (Akshaypatra Kitchen in Mansa)માધ્મમથી પ્રધાનમંત્રી પોષણ શક્તિ નિર્માણ (PM POSHAN) પહેલ અંતર્ગત રિઝનની 190 શાળાઓમાં અભ્યાસ કરતા 26,000 બાળકોને પૌષ્ટિક મધ્યાહન ભોજન (Mid Day Meal Scheme ) આપવામાં આવશે.
અત્યાધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચરથી સજ્જ - માણસામાં અક્ષયપાત્ર કિચનના નવા ઉદ્ઘાટન કરાયેલ કિચનનો (Launch of Mid Day Meal Feeding Initiative) બિલ્ટ-અપ વિસ્તાર 1,383 ચોરસ મીટર છે અને અત્યાધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચરથી સજ્જ છે. આમાં 47.5 kW ક્ષમતાનો સોલાર પ્લાન્ટ તેમજ 12000 લિટરની રસોઇ માટે સોલાર હાઇબ્રિડ વોટર હીટિંગ સિસ્ટમ છે. ગ્રીન એનર્જી પહેલ કુકિંગ બેચ સાયકલનો સમય ઘટાડશે અને ઊર્જાની બચત થશે. સાથોસાથ સિસ્ટમની વિશ્વસનીયતામાં પણ વધારો કરશે. આજ રીતે આ સુવિધામાં ભોજનને ઘરેલું સ્વાદ આપવા માટે આધુનિક કઢાઇ સાથે ગેસ આધારિત રસોઈ બનાવવી, રસોડામાં આરામદાયક વાતાવરણ પૂરું પાડવા માટે HVAC (હીટિંગ, વેન્ટિલેશન અને એર કન્ડિશનિંગ) 50,000 લિટરની ક્ષમતાવાળા એફ્લુઅન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ (ETP)ની સુવિધા છે. પ્રતિ દિવસ લિટર બાયોગેસ ઉત્પાદન સાથે અન્ય વસ્તુઓનો પણ (Akshaypatra Kitchen in Mansa) સમાવેશ થાય છે.આ પ્રસંગે કેન્દ્રીય ગૃહ અને સહકારપ્રધાન અમિત શાહના (Amit shah in mansa)હસ્તે ISKCONના સ્થાપક શ્રીલ પ્રભુપાદ આચાર્યની પ્રેરણાત્મક વાર્તા પુસ્તક સિંગ ડાન્સ એન્ડ પ્રે - ધ ઇન્સ્પિરેશનલ સ્ટોરી ઓફ હોમ અફેર્સનું લોન્ચિંગ કરવામાં આવ્યું હતું.
કુપોષણને નાબૂદ કરવાના પ્રયાસો -માણસામાં અક્ષયપાત્ર કિચન (Akshaypatra Kitchen in Mansa)શરુ કરવાના પ્રસંગે અતિથિ વિશેષ તરીકે ગુજરાતના માનનીય મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને શિક્ષણપ્રધાન જીતુ વાઘાણી ઉપસ્થિત રહ્યા હતાં. આ અક્ષયપાત્ર વતી અધ્યક્ષ મધુપંડિત દાસ, ઉપાધ્યક્ષ ચંચલપતિ દાસ હાજર રહ્યાં હતાં. આ કાર્યક્રમની અધ્યક્ષતા ઇન્ડસઇન્ડ બેંકના આશ્રયદાતા દાતાઓ જેમ કે મેનેજિંગ ડિરેક્ટર અને સીઇઓ સુમંત કથપલિયા, CCBGના ઝોનલ હેડ શેતલ મહેતા, કન્ઝ્યુમર બેન્કિંગના ઝોનલ હેડ રાકેશ મહેતા, સીએસઆર ગવર્નન્સ એન્ડ કમ્પ્લાયાન્સના આશિષ મહેતા દ્વારા કરવામાં આવી હતી.ઉદ્ઘાટન સમારોહ બાદ મહાનુભાવોએ અક્ષયપાત્ર કિચનની મુલાકાત પણ લીધી હતી. આ મુલાકાત દરમ્યાન તમામ મહાનુભાવોએ અક્ષય પાત્રના કિચન નેટવર્ક દ્વારા ભારતમાં કુપોષણને નાબૂદ કરવાના પ્રયાસોની પ્રશંસા કરી હતી અને તેઓ દ્વારા સમર્થન અને પ્રોત્સાહનનું આશ્વાસન પણ આપ્યું હતું.
FCIનું અપાય છે પીઠબળ -માણસામાં અક્ષયપાત્ર કિચન પ્રારંભના અવસરે અક્ષયપાત્ર ફાઉન્ડેશનના (Akshypatra Foundation ) અધ્યક્ષ મધુ પંડિત દાસાએ કહ્યું કે, ભારતીય ખાદ્ય નિગમ (FCI) અને ફૂડ સિવિલ સપ્લાય કોર્પોરેશન (Food Civil Supply Corporation) તરફથી અનુદાન અને સબસિડીની સાથે-સાથે અનાજના રૂપમાં તેમનું સતત સમર્થન એ સુનિશ્ચિત કરવાના અમારા પ્રયાસો માટે મહત્વપૂર્ણ રહ્યું છે કે બાળકોને શિક્ષણ અને ભોજન વચ્ચે પસંદગી ન કરવી પડે. રાજ્ય સરકારના સમર્થનને સ્વીકારતા તેમણે કહ્યું કે ગુજરાત સરકાર સાથે અમારું જોડાણ વર્ષ 2007માં શરૂ થયું હતું. તે સમય સાથે વધુ મજબૂત પણ બન્યું છે. તેમનો સહયોગ અમને રાજ્યમાં 4.5 લાખથી વધુ બાળકોની સેવા કરવા માટે સક્ષમ બનાવે છે. ગુજરાતમાં અમે હાલમાં અમદાવાદ, વડોદરા, સુરત, ભાવનગર, કલોલ, ભુજ અને જામનગરમાં પોતાના સાત કેન્દ્રીય રસોડાના માધ્યમથી ભોજન આપીએ છીએ. માણસાનું રસોડું (Akshaypatra Kitchen in Mansa) ગુજરાતમાં રાજ્યમાં અમારું 8મું રસોડું હશે, જે એકંદર કુલ ફીડિંગ વોલ્યૂમમાં 26000નો વધારો કરશે. આ પ્રયાસમાં અમૂલ્ય સહયોગ આપવા બદલ હું ઇન્ડસઇન્ડ બેંકનો પણ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. આ ભાગીદારીને સ્થિરતા સુનિશ્ચિત કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે જે અમારા પ્રયત્નો માટે અભિન્ન અંગ છે.
આ પણ વાંચોઃ અક્ષયપાત્ર ફાઉન્ડેશન દ્વારા ગુજરાતમાં 10 લાખથી વધુ જરૂરિયાતમંદોને ભોજન અપાયું