ગાંધીનગર : ગુજરાત વિધાનસભાની ચૂંટણીને ગણતરીના દિવસો અને મહિલાઓ ગણાઈ રહ્યા છે ત્યારે આજે કેન્દ્રીય ગૃહ અને સહકાર પ્રધાનઅમિત શાહ ગાંધીનગર લોકસભાના અનેક અલગ અલગ વિધાનસભા વિસ્તારની ( Amit Shah Gujarat Visit ) મુલાકાતે છે. તેમણે કલોલ ( kalol Gandhinagar )ખાતે એક ટ્રસ્ટની હોસ્પિટલનું ખાતમુહૂર્ત ( lay foundation stone for hospital at kalol )કર્યું છે. અમિત શાહે પોતાના સંબોધન દરમિયાન જણાવ્યું હતું કે ટ્રસ્ટ દ્વારા આ હોસ્પિટલ બનાવવામાં આવી છે તેમાં નક્કી કરવામાં આવ્યું છે કે 35 ટકા દર્દીને નિશુલ્ક સારવાર આપવામાં આવશે.
અમિત શાહે મેડિકલ કોલેજ માટે આરોગ્ય વિભાગમાં અરજી કરવાની ભલામણ પણ કરી આટલી મોટી હોસ્પિટલ છે, કેન્દ્રમાં અરજી કરો તો મેડિકલ કોલેજ પણ બનશે કેન્દ્રીય ગૃહ અને સહકાર પ્રધાન અમિત શાહે કલોલમાં સભાને સંબોધન કરતા સ્પષ્ટપણે જણાવ્યું હતું કે આજે કલોલમાં બે મોટા અવસર છે. એક ઉમિયા માતાજી સમાજ સેવા ટ્રસ્ટ દ્વારા નવી હોસ્પિટલનું ( lay foundation stone for hospital at kalol ) ભૂમિ પૂજન અને 150 બેડની આધુનિક હોસ્પિટલનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. જ્યારે ઈએસઆઈસી હોસ્પિટલ બધા માટે ખુલ્લી રહેશે.અમિત શાહે મેડિકલ કોલેજ માટે આરોગ્ય વિભાગમાં અરજી કરવાની ભલામણ પણ કરી હતી. તેમણે કહ્યું કે જ્યારે કલોલ શહેરમાં આટલી મોટી હોસ્પિટલ બનાવો છો તો એક અરજી કેન્દ્રના આરોગ્ય વિભાગમાં કરો તો મનસુખ માંડવીયા ( Mansukh Mandvia ) એક મેડિકલ કોલેજ પણ આપી દેશે તેવી ટકોર પણ કલોલવાસીઓને અમિત શાહે કરી હતી.
અમિત શાહે શું કહ્યું સાંભળો ગરીબોને આરોગ્યનો સંપૂર્ણ અધિકારઅમિત શાહે પોતાના સંબોધનના વધુમાં જણાવ્યું હતું કે વડાપ્રધાન તરીકે નરેન્દ્ર મોદીએ શપથ લીધાં. ત્યારબાદ દરેક ગરીબને આરોગ્યનો સંપૂર્ણ અધિકાર આપવાનું કામ શરૂ કરવામાં આવ્યું છે જે આજે પણ અકબંધ છે. આયુષ્માન યોજના હેઠળ પાંચ લાખ સુધીની બધી સગવડ આપી છે. જેમાં 60 કરોડથી વધુ લોકોએ લાભ લઈ રહ્યા છે. સાથે જ 64000 કરોડનું આયુષ્માન ભારત હેલ્થ આંતર માળખું ઊભું કર્યું છે. જેમાં 600થી વધારે જિલ્લામાં ક્રિટિકલ કેર સાથેના 35,000 બેડ શરૂ કરવામાં આવ્યા છે. જ્યારે આ બધું જ હોય પરંતુ ડોક્ટર ન હોય તો કશું જ થાય નહીં. જ્યારે વર્ષ 2014 પહેલા 387 જેટલી જ મેડિકલ કોલેજ હતી આજે 600 જેટલી મેડિકલ કોલેજ દેશભરમાં બનાવવામાં આવી છે. સાથે જ 51,322 જ મેડિકલ સીટ હતી જે આજે 89,875 મેડિકલ સીટ થઈ છે. આમ આઠ વર્ષના ટૂંકાગાળામાં કેન્દ્ર સરકારે ડબલ વ્યવસ્થા કરી દીધી છે. જ્યારે આવનારા દિવસોમાં દેશના અલગ અલગ શહેરોમાં 22 જેટલી નવી એમ્સ બનાવવાની યોજના પણ બનાવવામાં આવી છે.
કોંગ્રેસને લીધી આડે હાથે કલોલમાં કેન્દ્રીય ગૃહ અને સહકાર પ્રધાન અમિત શાહે પોતાના વ્યક્તવ્યમાં જણાવ્યું હતું કે કોંગ્રેસ જ્યારે સત્તામાં હતી ત્યારે કોંગ્રેસના લોકો સત્તામાં રાજ કરતા ત્યારે પણ એમાં પૈસા કમાવાનું કામ કરતા હતાં. આમ અમિત શાહે કોંગ્રેસ પર સીધી રીતે ભ્રષ્ટાચારનો આક્ષેપ કર્યો હતો. જ્યારે કલોલ નો કાર્યક્રમ પૂર્ણ કર્યા બાદ અમિત શાહ રૂપાલના વરદાયિની માતાના મંદિરમાં (Amit Shah at Rupal Vardayini Mataji Temple ) સોનાથી બનાવેલા દ્વારનું પણ મંદિરમાં લોકાર્પણ ( Amit Shah Gujarat Visit ) છે કર્યું હતું અને દર્શન કર્યા હતાં. ત્યારબાદ ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા તૈયાર કરવામાં આવેલ અંડરબ્રિજનું લોકાર્પણ કર્યું હતું. અંડર બ્રિજના લોકાર્પણ કાર્યક્રમ દરમિયાન હાજર રહેલા નાગરિકોને પણ અમિત શાહ મળ્યાં હતાં.