ગાંધીનગરઅમેરિકાના જાણીતા વૈજ્ઞાનિક એવા ડો વિવેક લાલ શુક્રવારે ગુજરાતની મુલાકાતે (American scientist Vivek Lall visits NSFU Gandhinagar) પહોંચ્યા હતા. અહીં તેમણે ગાંધીનગરની નેશનલ ફોરેન્સિક સાયન્સીઝ યુનિવર્સિટી (national forensic sciences university)ની મુલાકાત લીધી હતી. તે દરમિયાન તેમણે યુનિવર્સિટીના અધિકારીઓ સાથે ટેકનોલોજીના વિશિષ્ટ ક્ષેત્રો તેમ જ ભારત અને USA સાથે મળીને સહયોગ કરી શકે તે અંગે વિચારણા થઈ હતી. તો NFSUના (NFSU gandhinagar) નિષ્ણાતોએ ડૉ. વિવેક લાલ સાથે ન્યૂક્લિયર ફોરેન્સિક્સ, સાઈબર સિક્યોરિટી, આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ અને ડિજિટલ ફોરેન્સિક્સ પર વિગતવાર ચર્ચા કરી હતી.
અહીં પણ આપી ચૂક્યા છે સેવા ઉલ્લેખનીય છે કે, ડો વિવેક લાલ એક પ્રખ્યાત વૈજ્ઞાનિક છે. તેઓ વોશિંગ્ટન ડિસીમાં ઈન્ટરનેશનલ એડવાઈઝરી ગૃપ ઑફ કોમર્સમાં છે અને વોશિંગ્ટન ડિસીમાં US ઈન્ડિયા બિઝનેસ કાઉન્સિલના (us india business council) બોર્ડ ઑફ ડિરેક્ટર્સમાં પણ કાર્ય કરી રહ્યા છે. તેમણે ફોર્ટ વર્થ, ટેક્સાસમાં આવેલા લોકહીડ માર્ટિન ખાતે એરોનોટિક્સ સ્ટ્રેટેજી અને બિઝનેસ ડેવલપમેન્ટના વાઈસ પ્રેસિડેન્ટ તરીકે પણ સેવા આપી છે.