ગાંધીનગર : રાજ્યના પૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ રાજીનામા આપ્યા બાદ સતત વિજય રૂપાણીના નામના કૌભાંડો અને આક્ષેપો સામે આવી રહ્યા છે. રાજકોટના જ ધારાસભ્ય ગોવિંદ પટેલે કરેલા આક્ષેપો મુજબ 75 લાખ રૂપિયાની કટકી રાજકોટ પોલીસ કમિશનરે કરી હતી અને તેમાં પણ તથા અન્ય ફરિયાદોના આધારે બીજી પણ વિજય રૂપાણીના નામે કૌભાંડ થયેલા હોવાની ફરિયાદ અને આક્ષેપો સામે આવી રહ્યાં છે. ત્યારે ગુજરાત વિધાનસભાના વિરોધ પક્ષના નેતા સુખરામ રાઠવાએ પણ આક્ષેપ કર્યો હતો કે રૂપિયા 500 કરોડથી વધુ રકમનું નાણાંકીય કૌભાંડ આચરવાના ઉદ્દેશથી જમીનના ઝોન ફેરફારની મંજૂરી રાજ્યના પૂર્વ મુખ્યપ્રધાન (Allegation against former CM) વિજય રૂપાણીએ કરી છે. આ સમગ્ર પ્રકરણમાં સંડોવાયેલા બિલ્ડરે પૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણી તથા ભાજપના આગેવાનોની CBI તપાસની (Congress Demand CBI Investigation) માગ કોંગ્રેસ પક્ષના દંડક સી. જે. ચાવડાએ (Congress Allegation against Vijay Rupani ) પણ કરી હતી.
સીએમ રૂપાણીએ સહી કરીને શરતો ફેરફાર કરી
ગુજરાત વિધાનસભાના વિપક્ષના નેતાએ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે રાજ્ય સરકારની પારદર્શક વહીવટની વાતો ચાલે છે કે જ્યારે મુખ્યપ્રધાનના અધિકારીઓની જ પોલંપોલ કરાવી છે. રાઈટ ટુ ઇન્ફોર્મેશન થકી જે માહિતી મળી છે તે મુજબ રાજકોટમાં જુદા જુદા 20 સર્વે પર 111 એકર જમીનની શરત બદલવામાં આવી છે. જેના તાર પૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણી (Allegation against former CM) સુધી જોડાયા છે. જ્યારે મુખ્યપ્રધાન તરીકે વિજય રૂપાણીએ સહી (Rupani had benefited a private company ) કરીને ઝોન ફેરફાર કર્યો છે. ત્યારે રાજ્યમાં ભુપેન્દ્ર પટેલની સરકારે આ મામલે પગલાં ભરવા જોઇએ. આ ઉપરાંત કોંગ્રેસ એવી પણ માગણી કરે છે કે આ કરોડો રૂપિયાના કૌભાંડની આશંકા છે. આ ઉપરાંત પંચમહાલ, રાજકોટ, સુરત સહિત ઘણી જગ્યાએ આવા કૌભાંડ થયા હોવાના આક્ષેપ પણ સુખરામ રાઠવાએ કર્યા છે.
સરકારે ખાનગી કંપનીને ઓર્ડર આપ્યો : શૈલેષ પરમાર