ગુજરાત

gujarat

રેતી ચોરી અટકાવવા તમામ વાહનોનું ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાશે, વિભાગે કરી તૈયારીઓ

By

Published : Aug 16, 2021, 6:01 PM IST

રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ મહત્વનો વિભાગ એવા ખનીજ વિભાગમાં હવે તમામ કાર્ય ઓનલાઇન કરવા નિર્ણય કરવામાં આવ્યો છે. ખાણખનીજ વિભાગ સાથે જોડાયેલા લિઝ હોલ્ડર, સ્ટોક હોલ્ડર અને તમામ વાહનો ઇન્ટિગ્રેટેડ લિઝ મેનેજમેન્ટ એક છત નીચે આવરી લેવામાં આવશે.

રેતી ચોરી અટકાવવા તમામ વાહનોનું ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાશે, વિભાગે કરી તૈયારીઓ
રેતી ચોરી અટકાવવા તમામ વાહનોનું ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાશે, વિભાગે કરી તૈયારીઓ

  • રાજ્યમાં ખાણખનીજ વિભાગ થશે હવે એક્ટિવ
  • રેતી ચોરી અટકાવવા માટે વાહનોનું ઓનલાઈન રજિસ્ટ્રેશન થશે
  • તમામ વાહનોનો ઓનલાઈન થશે સર્વે
  • રેતીની વિગતો પણ મૂકવામાં આવશે ઓનલાઈન
  • તમામ વાહનો સ્ટોક હોલ્ડર અને લિઝ હોલ્ડર ઓનલાઇન રજિસ્ટ્રેશન થશે

    ગાંધીનગર- એપ્રિલ 2021ના રોજ જાહેર કરવામાં આવેલ નોટિફિકેશનના 180 દિવસ બાદ આ ખાસ નોટિફિકેશન સમગ્ર રાજ્યમાં લાગુ કરવામાં આવશે. ત્યારે ખાણ ખનીજ વિભાગમાં વાપરવામાં આવતા તમામ વાહનો જેવા કે હીટાચી મશીન ટ્રક કે પછી રેતી માટે વહન કરવામાં આવતા તમામ સાધનો અને online ઈન્ટિગ્રેટેડ મેનેજમેન્ટ હેઠળ સમાવેશ કરવામાં આવશે સાથે જ ખાણ ખનીજના સ્ટોક ફોલ્ડર અને લીઝ હોલ્ડરનું પણ ઓનલાઇન રજિસ્ટ્રેશન કરવામાં આવશે જેથી કોઈપણ રીતે ખાણ ખનીજની ચોરી થઈ શકે નહીં.


    બન્ને પક્ષે સર્વેલન્સ અને ઓડિટની સુવિધાઓ

    મહત્વની વાત કરવામાં આવે તો ખાણ ખનીજ વિભાગના અધિકારી તરફથી મળતી માહિતી પ્રમાણે જ્યારે ઓનલાઇન સિસ્ટમ કાર્યરત થશે ત્યારે બંને પક્ષો સર્વેલન્સ કરવામાં આવશે. આ સાથે જ ઓડિટ પણ કરવામાં આવશે એટલે કે કોઈ એક construction પર કેટલી માટીનો ઉપયોગ કરવામાં આવ્યો છે અને સ્ટોક હોલ્ડર કેટલીક માટીનો સ્ટોક કર્યો છે તેમ છતાં પણ કેટલી માટીનો સ્ટોક તેમની જોડે રહ્યો છે તે સમગ્ર બાબતે ઝીણવટપૂર્વકની માહિતી પણ રાખવામાં આવશે. જેથી કોઈપણ સ્ટોક ફોલ્ડર વધારાની માટીનો સ્ટોક કરી શકશે નહીં ઉપરાંત ગેરકાયદેે લાવેલી માટીનો પર્દાફાશ આસાનીથી થઈ શકશે.

    નવું પોર્ટલ ટૂંકસમયમાં થશે જાહેર

    રાજ્યના ખાણખનીજ વિભાગ દ્વારા નવા પોર્ટલને ટૂંક સમયમાં જ રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીના હસ્તે જાહેર કરવાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.આ નવા પોર્ટલમાં તમામ સ્ટોક હોલ્ડર, લિઝ હોલ્ડર, જે જગ્યાએ ગાડીઓના વજન થાય છે તે તમામ વિગતો ઓનલાઈન મૂકવાની રહેશે ત્યારબાદ જ વાહન લિઝની જમીન પરથી બહાર જઈ શકે તેવી વ્યવસ્થા કરવામા આવશે.

    સરકારને શું થશે ફાયદો

    સરકારના ફાયદા વિશે ખાણ ખનીજ વિભાગના અધિકારી ડી.એમ. સોલંકીએ જણાવ્યું હતું કે આ સિસ્ટમ લાગુ થવાથી રાજ્યમાં ગેરકાયદે રેતીખનન ચોરીના ઘટનાક્રમોમાં ઘટાડો થશે. આ ઉપરાંત રાજ્ય સરકારને પણ તેની આવકમાં વધારો થશે ત્યારે આ સર્વેલન્સ સિસ્ટમથી બંને પક્ષોને ફાયદો થશે જ્યારે ગેરકાયદેે ચોરી કરતા તત્વો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં પણ સરળતા રહેશે.

આ પણ વાંચોઃ સાબરમતી નદીમાં રેતી ચોરી અટકાવવા 1.40 કરોડના મુદ્દામાલ સાથેના વાહનો ભૂસ્તર તંત્રએ જપ્ત કર્યા

ABOUT THE AUTHOR

...view details