ગુજરાત

gujarat

ETV Bharat / city

એજ્યુકેશનના તમામ પ્રશ્નોનું થશે નિરાકરણ: રાજયકક્ષા શિક્ષણપ્રધાન કીર્તિસિંહ વાઘેલા

ગુજરાતના નવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના મંત્રીમંડળને ખાતાંની ફાળવણી થઈ ગઈ છે. ભુપેન્દ્ર પટેલની સરકારમાં રાજ્યકક્ષાના શિક્ષણપ્રધાન કિર્તીસિંહ વાઘેલા આજે ચાર્જ લેવાના છે, ત્યારે કિર્તીસિંહ વાઘેલા( Kirtisinh Vaghela)એ ચાર્જ લેતા પહેલા ETV Bharat સાથે ખાસ વાતચીત કરી હતી. જેમાં તેમણે કહ્યું હતું કે, અમે અત્યારે પટેલના નેતૃત્વમાં કામ કરી રહ્યા છે, ત્યારે આવનારા સમયમાં જે પણ પ્રશ્નો આવશે, ત્યારે જોડે બેસીને આ પ્રશ્નોનું નિરાકરણ કરવામાં આવશે.

રાજયકક્ષા શિક્ષણપ્રધાન કીર્તિસિંહ વાઘેલા
રાજયકક્ષા શિક્ષણપ્રધાન કીર્તિસિંહ વાઘેલા

By

Published : Sep 18, 2021, 12:16 PM IST

  • રાજ્યના કેબિનેટ શિક્ષણપ્રધાન 12.39 લેશે ચાર્જ
  • ચાર્જ પહેલા ETV Bharat સાથે કરી ખાસ વાત
  • શિક્ષણના પ્રશ્નોનું થશે ઝડપી નિરાકરણ

ગાંધીનગર : ભુપેન્દ્ર પટેલની સરકારમાં રાજ્યકક્ષાના શિક્ષણપ્રધાન કિર્તીસિંહ વાઘેલા( Kirtisinh Vaghela)એ ચાર્જ લેતા પહેલા ETV Bharat સાથે ખાસ વાતચીત કરી હતી. જેમાં વાઘેલાએ જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકારના આપેલા રોડમેપ મુજબ રાજ્યના શિક્ષણને આગળ વધારવામાં આવશે અને જે રોડમેપ તૈયાર કરવામાં આવ્યો છે તે પ્રમાણે જ કામ કરવામાં આવશે.

શિક્ષણમાં છે સળગતા સવાલો

શિક્ષણ વિભાગની વાત કરવામાં આવે તો રાજ્યના શિક્ષણ વિભાગમાં અનેક સળગતા સવાલો છે, ત્યારે શિક્ષકોની માંગ, શિક્ષકોનો પગાર વધારો અને શિક્ષકોની ભરતી બાબતે અનેક આંદોલન પણ ગુજરાતમાં થઇ રહ્યા છે, ત્યારે ગુજરાતમાં આંદોલન અને શિક્ષણ વિભાગ સાથે સંકળાયેલા આંદોલન બાબતે ETV Bharat ના પ્રશ્ન અંગે રાજ્યકક્ષાના શિક્ષણપ્રધાન કિર્તીસિંહ વાઘેલા( Kirtisinh Vaghela)એ જણાવ્યું હતું કે, અમે અત્યારે પટેલના નેતૃત્વમાં કામ કરી રહ્યા છે, ત્યારે આવનારા સમયમાં પણ પ્રશ્નો આવશે, ત્યારે જોડે બેસીને આ પ્રશ્નોનું નિરાકરણ કરવામાં આવશે.

રાજયકક્ષા શિક્ષણપ્રધાન કીર્તિસિંહ વાઘેલા

રાજ્યમાં લાગુ થશે કેન્દ્રીય શિક્ષણ નીતિ

મહત્વની વાત કરવામાં આવે તો રાજ્યસરકાર દ્વારા હિન્દી શિક્ષણ નીતિ અમલ કરવાની જાહેરાત કરવામાં આવી છે, ત્યારે ટૂંક જ સમયમાં ગુજરાત રાજ્યમાં નવા શિક્ષણપ્રધાન જીતુ વાઘાણી અને રાજ્યકક્ષાના પ્રધાન કિર્તીસિંહ વાઘેલા( Kirtisinh Vaghela)ના નેતૃત્વ હેઠળ રાજ્યમાં નવી કેન્દ્રીય શિક્ષણ નીતિ પણ લાગુ કરવામાં આવશે. આમ નવી કેન્દ્રીય શિક્ષણ નીતિ બાબતે પણ હવે નવા પ્રધાનો અમલીકરણ માટે આયોજન કરશે.

રાજ્યમાં શિક્ષણમાં થશે સુધારાઓ ?

રાજ્યના પૂર્વ શિક્ષણપ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાને શિક્ષણમાં અનિક સીતારામ કર્યા છે, ત્યારે હવે આગળના સમયમાં પણ રાજ્યના શિક્ષણમાં વધારે સુધારો કરવામાં આવશે. આ સાથે જ રાજ્યના કેબિનેટ શિક્ષણપ્રધાન જીતુ વાઘાણીના ચાર્જ દરમિયાન પૂર્વ શિક્ષણપ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમા પણ હાજર રહ્યા હતા. સાથે જ તેઓએ તાંબાના ગણપતિ કે જેઓ ચોપડી વાંચી રહ્યા હોય તેવી મૂર્તિ પણ ભેટમાં આપી હતી.

ABOUT THE AUTHOR

...view details