ગાંધીનગર : રાજ્યના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલની (Chief Minister Bhupendra Patel) અધ્યક્ષતામાં ઓલ ઇન્ડિયા ફેડરેશન ઓફ ડ્રાઇવિંગ સ્કૂલ એસોસિએશનના નેશનલ કન્વેન્શનનો પ્રારંભ કરાવ્યો હતો. જેમાં દેશના 18 જેટલા રાજ્યની પ્રતિનિધિત્વ ગાંધીનગરમાં હાજર રહ્યા હતા. ડ્રાઇવિંગ સ્કૂલ એસોસિએશન (Driving School Association) દ્વારા રાજ્ય સરકાર સમક્ષ એક માર્ગ મૂકવામાં આવી હતી. રાજ્યમાં ડ્રાઇવિંગ સ્કૂલ અને રાજ્ય સરકારના રોડ સેફ્ટી કાર્યક્રમમાં સ્થાન આપવામાં આવે છે જેથી આવનારા દિવસોમાં સમગ્ર દેશમાં અને રાજ્યમાં એક્સિડન્ટનું પ્રમાણ ઘટાડી શકાય.
ડ્રાઇવીંગ સ્કૂલો પોતાનું દાયિત્વ નિભાવે :ઓલ ઇન્ડિયા ફેડરેશન ઓફ સ્કુલ એસોસિએશનના નેશનલ કન્વેન્શન કાર્યક્રમમાં રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે સ્પષ્ટ મત સાથેનો વ્યક્તવ્ય કર્યું હતું. જેમાં મોટર ડ્રાઇવિંગ સ્કૂલ સંચાલકો તેમની પાસે વાહન ચલાવતા શીખવા આવનારાઓમાં ટ્રાફિક અવેરનેસ સુરક્ષિત સલામત ડ્રાઇવિંગની જાગૃતિ દ્વારા રાષ્ટ્રીય સેવાનું મહત્વ નિભાવવાની વાત પણ મુખ્યપ્રધાન આનંદીબેન પટેલે કરી હતી. સરહદની રક્ષા કરતા સેનાનીઓ દુશ્મનથી દેશને સુરક્ષિત સલામત રાખે છે. એ જ રીતે પદ્ધતિસરનું સુરક્ષિત અને સલામત ડ્રાઇવિંગ વાહનચાલકોને ડ્રાઇવિંગ સ્કૂલ એસોસીએશન પણ સમાજ જીવનને અકસ્માતની દુર્ઘટનાઓથી સુરક્ષિત રાખી માનવની જીંદગી બચાવી છે.
18 રાજ્યનું પ્રતિનિધિત્વ રહ્યું હાજર :ગાંધીનગરમાં યોજાયેલા કાર્યક્રમમાં સમગ્ર દેશના 18 જેટલા રાજ્યની પ્રતિનિધિત્વ ગાંધીનગરમાં હાજર રહ્યું હતું અને તેઓએ માંગણી કરી હતી કે, રાજ્ય સરકાર ડ્રાઇવિંગ સ્કૂલ 'on a road safety' કાર્યક્રમ અંતર્ગત રાજ્ય સરકાર સાથે રાખે જેથી આવનારા દિવસોમાં જેટલા પણ રોડ સેફટીના કાર્યક્રમો યોજાય તે માં ડ્રાઇવિંગ સ્કૂલ સંચાલકો પણ સાથે રહે અને તમામ પ્રકારની માહિતી લોકોને આપવામાં આવે છે જેથી અકસ્માતની સંખ્યામાં ઘટાડો થઈ શકે છે.