- લાભ પાંચમથી ધારાસભ્યના કામકાજથી શરૂઆત થઈ
- 8 વખતની ચૂંટણીમાં 5મી વખત જીત્યા
- અધૂરા કામો પુરા કરીશું: કિરીટસિંહ રાણા
ગાંધીનગર: લીમડી વિધાનસભાની પેટાચૂંટણીમાં ભાજપના ઉમેદવાર કિરીટસિંહ રાણાનો વિજય થયો છે. આજે વિધાનસભામાં કિરીટસિંહ રાણાએ ધારાસભ્યપદના શપથ ગ્રહણ કર્યા હતા. ગ્રહ શપથ બાદ તેઓએ ETV ભારત સાથે ખાસ વાતચીત કરતા જણાવ્યું કે નર્મદાના પાણીથી મારો વિજય થયો છે.
ભાજપના તમામ ધારાસભ્યો પ્રધાનો જ છે: કિરીટસિંહ રાણા નર્મદાનું પાણી લીમડીમાં આવ્યું અને મારો વિજય થયોકિરીટસિંહ રાણાએ પોતાના કાર્યકાળ દરમિયાન પોતાના સંસ્મરણો યાદ કરતાં etv ભારત સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે, જ્યારે તેઓ ધારાસભ્ય બન્યા હતા ત્યારે નર્મદાનું પાણી લીંબડીમાં લાવ્યા હતા અને ત્યારબાદ તેમને ફરીથી ચૂંટણી આવતાં તેમની હાર થઇ હતા. હવે નર્મદાના પાણી મુદ્દે જ વિધાનસભાની પેટા ચૂંટણીમાં તેઓની જીત થઈ છે. તેઓ etv ભારતને જણાવ્યું હતું કે નર્મદાનું પાણી લીમડીમાં આવ્યું અને મારો વિજય થયો છે. જાહેર જનતાએ પણ મને ખૂબ સાથ સહકાર આપ્યો તેમ કહ્યુ હતુ.
8 વખત ચૂંટણી લડ્યા, 5 વખત વિજય થયા
કિરીટસિંહે વધુમાં જણાવ્યું હતું ,કે મેં મારા કાર્યકાળ દરમિયાન આઠમી વખત વિધાનસભાની ચૂંટણી લડી છે. જેમાં પાંચ વખત તેઓ વિજય બન્યા અને ત્રણ વખત તેઓએ હારનો સામનો કરવો પડ્યો હતો. આ સાથે જ વિધાનસભા પેટાચૂંટણીમાં તેઓ અજીત થતાની સાથે જ તેઓએ જણાવ્યું હતું કે હવે મારા જે અધુરા કામો વિકાસના બાકી છે તે અધૂરા કામો પૂર્ણ કરીશ. આ સાથે જ લાભપાંચમથી તેઓએ ધારાસભ્ય તરીકેની શરૂઆત કરી છે. આ શરૂઆત દરમિયાન તેઓએ લીમડીના તમામ રહેવાસીઓ અને મતદારોનો ખૂબ આભાર માન્યો હતો અને નવા વર્ષની શુભેચ્છા પણ etv ભારતના માધ્યમથી આપી હતી.
સરકાર અને સંગઠન કહશે તે તમામ જવાબદારી નિભાવીશ
કિરીટસિંહ રાણા 5મી વખત વિજયી બન્યા છે ત્યારે હવે તેઓ રૂપાણીના નેતૃત્વ હેઠળના મંત્રીમંડળમાં તેઓ જગ્યા લેશે કે નહીં તે બાબતે રાણાએ જવાબ આપતા જણાવ્યું હતું કે, જો સરકાર અને સંગઠન કહશે તે તમામ જવાબદારી હું નિભાવીશ પરંતુ પ્રધાન બનવાની કોઈ અપેક્ષા નથી.
ભાજપના તમામ ધારાસભ્યો પ્રધાનો જ છે
પ્રધાનો બાબતે કિરીટસિંહ રાણાએ જણાવ્યું હતું કે, મારી કોઈ પણ પ્રકારની અપેક્ષા નથી. પરંતુ પણ જો સરકાર અને સંગઠન જવાબદારી સોંપશે તો જવાબદારી નિભાવીશ, પરંતુ ભાજપમાં તમામ ધારાસભ્યો પ્રધાનો છે અને તમામ ધારાસભ્યોના કામ સંપૂર્ણ રીતે કામ થતું હોવાનું નિવેદન કિરીટસિંહ રાણાએ આપ્યું હતું.