ગુજરાત

gujarat

ETV Bharat / city

રાજ્યમાં દારૂબંધીમાં છૂટ નહીં આપવામાં આવે : CM રૂપાણી - મહિલા દિવસની ઉજવણી

વિશ્વ મહિલા દિન નિમિત્તે રાજ્યના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ વિધાનસભા ગૃહમાં નિવેદન આપ્યું હતું કે રાજ્યમાં દારૂબંધી ને છૂટછાટ નહીં આપવામાં આવે જો ગુજરાતમાં દારૂબંધી ઉપર છૂટછાટ આપવામાં આવશે તો ગુજરાતની મહિલાઓ અસુરક્ષિત થઈ જશે જેથી રાજ્ય માં દારૂની છૂટ નહિ આપવામાં આવે. જ્યારે ગુજરાતમાં મહિલા દિન સમગ્ર વર્ષ દરમિયાન ઉજવવામાં આવે છે

રાજ્યમાં દારૂબંધીમાં છુટ નહીં અપાઈઃ મુખ્યપ્રધાન વિજય રૂપાણી
રાજ્યમાં દારૂબંધીમાં છુટ નહીં અપાઈઃ મુખ્યપ્રધાન વિજય રૂપાણી

By

Published : Mar 8, 2021, 7:35 PM IST

Updated : Mar 8, 2021, 8:44 PM IST

  • મહિલા દિન નિમિત્તે વિધાનસભા ગૃહમાં મુખ્યપ્રધાન રૂપાણીનું નિવેદન
  • ગુજરાતની મહિલાઓ થશે અસુરક્ષિત
  • રાજ્યમાં 365 દિવસ મહિલા દિન ઉજવાય છે

ગાંધીનગર: મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ વિધાનસભા ગૃહમાં નિવેદન કર્યું હતું કે આજે મહિલા દિવસ ઉજવાય રહ્યો છે, તમામ મહિલાઓને શુભકામનાઓ, મહિલા દિવસ અન્ય દેશ માટે એક દિવસ માટેનો ઉત્સવ હોય છે પણ આપે 365 દિવસ ઉજવીયે છીએ, મહિલાનું સન્માન એ આપણી ફરજ છે, નારીનું સન્માન ન હોય ત્યાં સુખ સમૃદ્ધિ ન હોય.

મહિલા દિન પર અધ્યક્ષની ટકોર

વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ ટકોર કરી હતી કે ગૃહના સભ્યોને મહિલા વિશે વાતો થાય અને ગૃહના નેતા સંબોધન કરતા હોય તો બેન્ચ ખખડાવીને મહિલાનું સન્માન કરવું જોઈએ.

ચૂંટણીમાં 50 ટકા અનામત

મુખ્યપ્રધાન રૂપાણીએ જણાવ્યું હતું કે મુખ્યમંત્રી ઉત્કર્ષ યોજનામાં 10 લાખ મહિલા જોડાઈ છે, જેમાં મહિલાઓ આત્મનિર્ભર બની રહી છે. ભાજપ સરકાર પ્રથમ વખત ચૂંટણીમાં મહિલાઓ માટે 50 ટકા અનામત આપ્યું તેવી જ રીતે પોલીસ ભરતી સહિત અન્ય સરકારી ભરતી પણ મહિલા માટે સીટ રિઝર્વ રાખવામાં આવે છે. આમ, અવકાશથી માડીને પશુપાલન સુધીમાં તમામ મહિલાઓ કામ સંભાળે તેવી શુભકામનાઓ મુખ્યપ્રધાન રૂપાણીએ આપી હતી.

આ પણ વાંચોઃમુખ્યપ્રધાન રૂપાણીની વિધાનસભા ગૃહમાં અપીલ: જે સભ્યો 60 વટાવી ચૂક્યાં હોચ તેઓ વેક્સિન લઈ લે

મહિલાઓના રક્ષણની જવાબદારી ગુજરાત સરકારની છે

રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ મહિલાઓની સુરક્ષા બાબતે જણાવ્યું હતું કે મહિલાઓની સુરક્ષાની જવાબદારી ગુજરાત સરકારની છે. તેથી જ ગુજરાતમાં દારૂની છૂટ આપવામાં આવતી નથી અને જો રાજ્યમાં દારૂની છૂટ આપવામાં આવે તો મહિલાઓ સુરક્ષિત નહિ રહે. દારૂબંધી છે એટલે જ મહિલાઓ મોડી રાત સુધી ફરી શકે છે પરંતુ જો દારૂની છૂટ આપવામાં આવે તો મહિલાઓ રાતે ઘરની બહાર ન નીકળી શકે.

આ પણ વાંચોઃવિધાનસભામાં CM રૂપાણી શાયરના અંદાજમાં, ગુજરાતમાં VR, CR અને NRની ત્રિપુટી

રાજ્યમાં 45 ટકા મહિલાઓને રોજગારી નથી મળતી: પરેશ ધાનાણી

પરેશ ધાનાણીએ વિધાનસભા ગૃહમાં મહિલા દિનની તમામ મહિલાઓને શુભકામનાઓ આપી હતી. સાથે જ તેમણે આક્ષેપ કર્યા હતા કે ૪૫ ટકાથી વધુ બહેનોને રોજગારી મળતી નથી, મોટા ઉદ્યોગ કરીને સ્વરોજગાર મળે તેવું આયોજન સરકારે કરવું જોઈએ. આમ, રામાયણ હોય કે મહાભારત દરેક યુગમાં દાવ પર દીકરી લાગે છે તેવા આક્ષેપ પણ વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણીએ કર્યા હતા.

ગુજરાતમાં દારૂબંધી નથી: ભરતજી ઠાકોર

વિધાનસભામાં પૂછાયેલા પ્રશ્ન અંગે બેચરાજી કોંગ્રેસના ધારાસભ્ય ભરતજી ઠાકોરે ગુજરાતમાં દારૂબંધી અંગે નિવેદન આપતા જણાવ્યું હતું કે વિશ્વ મહિલા દિવસે મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ નિવેદન આપ્યું છે કે દારૂબંધીથી રાજ્યમાં મહિલાઓ સુરક્ષિત હોવાનું કહ્યું છે. જ્યારે મહેસાણા વિસ્તારમાં 2 કરોડથી વધારે રકમનો દારૂ બે વર્ષમાં ઝડપાયો. મુખ્યપ્રધાનના આ નિવેદનથી ગુજરાત સહમત ન હોવાનો આક્ષેપ ભરતજી ઠાકોરે કર્યો હતો. ગુજરાતમાં દારૂબંધી જેવું કંઈ છે જ નહીં તેવા આક્ષેપ ભરત ઠાકોરે કર્યા હતા.

Last Updated : Mar 8, 2021, 8:44 PM IST

ABOUT THE AUTHOR

...view details