અમદાવાદના કલેક્ટર વિક્રાંત પાંડેને હવે દિલ્હી ખાતે ડેપ્યુટેશન પર જવાનો કેન્દ્ર સરકાર દ્વારા નિર્દેશ કરવામાં આવ્યો છે. કેન્દ્રમાં પાંડે આંતરરાષ્ટ્રીય રાજ્ય પરિષદ સચિવાલયમાં નિર્દેશક તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. ડૉ. વિક્રાંત પાંડે વર્ષ 2005ની બેચના IAS છે.
અમદાવાદના કલેકટર વિક્રાંત પાંડે દિલ્હીમાં ડેપ્યુટેશન પર, આંતરરાષ્ટ્રીય રાજ્ય પરિષદ સચિવાલયમાં નિર્દેશક તરીકે નિયુક્ત - Ahmedabad Collector latest news
ગાંધીનગર: કેન્દ્રમાં ભાજપની સરકાર આવી છે. ત્યારથી જ ગુજરાતના IAS અને IPS અધિકારીઓ દિલ્હી ડેપ્યુટેશન પર જતા થયા છે. આ કડીમાં ગુરૂવારે વધુ એક હુકમ થયો છે. જેમાં અમદાવાદમાં કલેક્ટર તરીકે ફરજ બજાવનાર વિક્રાંત પાંડેને દિલ્હીમાં પાંચ વર્ષ માટે ડેપ્યુટેશન પર મૂકવામાં આવ્યા છે.
etv bharat
મળતી માહિતી મુજબ, વિક્રાંત પાંડે અગાઉ રાજકોટના કલેકટર પણ રહી ચૂક્યા છે. તેઓને રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીના વિશ્વાસુ અધિકારી તરીકે પણ ગણવામાં આવે છે.