અમદાવાદ- અમદાવાદ એરપોર્ટ (Ahmedabad Sardar Patel International Airport ) પર દિવસની અનેક ફ્લાઈટોનું સંચાલન થાય છે. ત્યારે એરપોર્ટ ખાતે રન-વે (Ahmedabad Airport Run Way )પુનઃ નિર્માણનુ કાર્ય પુરજોશમાં ચાલી રહ્યું છે. હાલમાં 90 ટકા કામગીરી પુર્ણ થઈ છે. મેં મહિનામાં રન-વેનું (Ahmedabad Airport Run Way ) કામ પૂર્ણ થઇ જશે.
નવા રન-વેની વિશેષતા- રન-વે પર સેફટીનું (Ahmedabad Airport Runway Safty)વિશેષ ધ્યાન રાખવામાં આવ્યું છે. રન વે પર 9 કિલોમીટરની ડ્રેનેઝ લાઈનની કામગીરી કરાઈ છે. સાડા ત્રણ કિલોમીટર લાંબો અને 45 મીટર પહોળા રન-વે બનાવવા બે લાખ મેટ્રિક ટન ડામ, ત્રણ લાખ ક્યુબીક મીટર માટીનો ઉપયોગ કરાયો છે. જે માટે 600 કર્મચારી અને 200 વાહનો સાથે દરરોજ કામગીરી હાથ ધરાઇ છે.