ગુજરાત

gujarat

By

Published : Nov 30, 2021, 8:44 PM IST

ETV Bharat / city

Agricultural Relief Package-2: 9 જિલ્લાના 5 લાખથી વધુ ખેડૂતો માટે 531 કરોડનું પેકેજ કરાયું જાહેર

રાજ્યમાં સપ્ટેમ્બર માસમાં પડેલ અતિ ભારે વરસાદના કારણે ખેડૂતોના ઊભા પાકને મોટા પ્રમાણ નુકસાન થયું હતું. જે અંતર્ગત રાજ્ય સરકારે રાજકોટ, જૂનાગઢ, દ્વારકા અને સોમનાથ જિલ્લામાં સર્વે કરીને રાહત પેકેજની જાહેરાત કરી હતી. ત્યારે બાકી રહી ગયેલા 9 જીલ્લાઓ(relief package includes farmers from 9 districts)નો સર્વેની કામગીરી કાર્યરત હતી ત્યારે આજે રાજ્યના પ્રવક્તા જીતુ વાઘાણીએ તુલસી પેકેજની જાહેરાત કરતા જણાવ્યું હતું કે, જે જિલ્લાઓમાં રાહત પેકેજ બાકી હતું તે બાબતે રાજ્ય સરકારે 531 કરોડ રૂપિયાની જાહેરાત(Announced a package of Rs 531 crore for farmers) કરી છે.

Agricultural Relief Package-2: 9 જિલ્લાના 5 લાખથી વધુ ખેડૂતો માટે 531 કરોડનું પેકેજ કરાયું જાહેર
Agricultural Relief Package-2: 9 જિલ્લાના 5 લાખથી વધુ ખેડૂતો માટે 531 કરોડનું પેકેજ કરાયું જાહેર

  • રાહત પેકેજ-2 અંતર્ગત 531 કરોડની સહાય કરાશે ચૂકવણી
  • રાજ્ય સરકાર દ્વારા કૃષિ પેકેજ-2 ની કરાઈ જાહેરાત
  • રાજ્યનાં 9 જિલ્લામાં લાગુ પડશે સહાય પેકેજ-2

ગાંધીનગર:જીતુ વાઘાણીએ વધુમાં જણાવ્યું હતું કે, રાજ્યના 9 જિલ્લાના(relief package includes farmers from 9 districts) સાણંદ તાલુકાના પાંચ ગામના પાંચ લાખથી વધુ ખેડૂતોને SDRFના ધારા ધોરણ પ્રમાણે લાભ આપવામાં આવશે. રાજ્ય સરકાર દ્વારા ભારે વરસાદથી ખેડૂતોને થયેલ નુકશાનનાં સંદર્ભે 531 કરોડ રૂપિયાનું કૃષિ રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું(Announced a package of Rs 531 crore for farmers) છે. રાહત પેકેજ બાબતે રાજ્યના 9 જિલ્લાના ખેડૂતો ડીજીટલ ગુજરાત પોર્ટલના માધ્યમથી 6 ડિસેમ્બરથી 24 ડિસેમ્બર સુધી ઓનલાઇન અરજીઓ કરી શકશે જ્યારે ઓનલાઈન અરજી માટે ખેડૂતોએ એક પણ રૂપિયાની ચૂકવણી કરવાની રહેશે નહી.

Agricultural Relief Package-2: 9 જિલ્લાના 5 લાખથી વધુ ખેડૂતો માટે 531 કરોડનું પેકેજ કરાયું જાહેર

ક્યાં જિલ્લાનો કરાયો સમાવેશ?

રાહત પેકેજમાં અમદાવાદ, બોટાદ, અમરેલી, ભાવનગર, જૂનાગઢ, ભરૂચ, છોટાઉદેપુર, પંચમહાલ અને બરોડા જિલ્લાનો સમાવેશ કરવામાં આવ્યો છે. સહાયની જાહેરાત બાબતે રાજ્યના પ્રધાન જીતુ વાઘાણીએ સ્પષ્ટતા કરતાં જણાવ્યું હતું કે, આ સહાય પેકેજ ખાતેદાર ખેડૂત કે જેના પાકને ૩૩ ટકા કે તેથી વધુ નુકસાન થયું હોય તેવા ખાતેદાર ખેડૂતોને SDRFના બજેટમાંથી 6,800 પ્રતિ હેક્ટર મહત્તમ બે હેક્ટરની મર્યાદામાં સહાય ચૂકવવાની જોગવાઈ કરવામાં આવી છે. જે કિસ્સામાં જમીનના રસ્તાના આધારે STRR ધારા ધોરણ મુજબ સહાય ચૂકવવા પાત્ર રકમ 4,000 કરતા ઓછી થતી હોય તો તેવા કિસ્સામાં ખાતા દીઠ ઓછામાં ઓછી 4,000ની સહાય ચૂકવવામાં આવશે.

આ પણ વાંચો :500 કરોડના વાવાઝોડા કૃષિ રાહત પેકેજની જાહેરાત સામે ગીર સોમનાથના ખેડૂતોનો અસંતોષનો સૂર

આ પણ વાંચો : ભુપેન્દ્ર સરકારના પ્રવક્તાઓની નિમણૂક, અન્ય પ્રધાનોને મીડિયા સાથે વાતચીત ન કરવા ફરમાન

ABOUT THE AUTHOR

...view details