- જિલ્લા, તાલુકા અને મહાનગરપાલિકા ચૂંટણીમાં મુકાશે વહીવટદાર
- સુપ્રીમ કોર્ટ આપી રાજ્ય સરકારને સૂચના
- કોઈ નીતિ વિષયક નિર્ણય નહિ લઇ શકે વહીવટદાર
- ફેબ્રુઆરી સુધીમાં ચૂંટણી યોજાશે
સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ વહીવટદારની થશે નિમણૂક, ફક્ત રોજીંદુ સંચાલન જ કરી શકશે : નિતીન પટેલ - ગુજરાત ચૂંટણી પંચ
રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને ગુજરાત ચૂંટણી પંચ દ્વારા ત્રણ મહિના માટે ચૂંટણી સ્થગિત રાખવામાં આવી હતી. પરંતુ બીજી બાજુ સ્થાનિક સ્વરાજમાં ચૂંટાયેલી પાંખની મુદત પણ ડિસેમ્બર માસમાં પૂર્ણ થઈ રહી છે. ત્યારે વહીવટદાર દેવા કે નહીં તે અંગે રાજ્ય સરકારે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી. જેમાં સુપ્રીમ કોર્ટે રાજ્ય સરકારને ફેબ્રુઆરી સુધીમાં ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ કરવાની મંજૂરી આપી છે. ચૂંટણી પ્રક્રિયા પુર્ણ થાય ત્યાં સુધી વહીવટદારની નિમણૂક કરવાની મંજૂરી પણ ગુજરાત સરકારને આપવામાં આવી છે.
ગાંધીનગર : રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને ગુજરાત ચૂંટણી પંચ દ્વારા ત્રણ મહિના માટે ચૂંટણી સ્થગિત રાખવામાં આવી હતી. પરંતુ બીજી બાજુ સ્થાનિક સ્વરાજમાં ચૂંટાયેલી પાંખની મુદત પણ ડિસેમ્બર માસમાં પૂર્ણ થઈ રહી છે. ત્યારે વહીવટદાર દેવા કે નહીં તે અંગે રાજ્ય સરકારે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી. જેમાં સુપ્રીમ કોર્ટે રાજ્ય સરકારને ફેબ્રુઆરી સુધીમાં ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ કરવાની મંજૂરી આપી છે. ચૂંટણી પ્રક્રિયા પુર્ણ થાય ત્યાં સુધી વહીવટદારની નિમણૂક કરવાની મંજૂરી પણ ગુજરાત સરકારને આપવામાં આવી છે.