ગાંધીનગર: કોરોના સંક્રમણ કાળ (corona pandemic in india)માં પલ્મોનોલોજીસ્ટ અને સમગ્ર તબીબી જગતની સેવાઓ માનવ સમાજ માટે ઇશ્વર જેવી પૂરવાર થઇ છે. પલ્મોનોલોજિસ્ટ, ચેસ્ટ ફિઝીશિયન, થોરાસિક સર્જન સહિતના તબીબી જગતે કોરોનાકાળમાં સમગ્ર માનવ સમાજની ઇશ્વરીય સેવા કરી છે.કોરોના (coronavirus in india)એ છાતી, ફેફસાંને લગતા રોગો પ્રત્યે હવે સામાન્યમાં સામાન્ય માનવીને સજાગ કર્યા છે અને પલ્મોનોલોજીસ્ટ શબ્દ ઘરે-ઘરે પહોચી ગયો હોવાનું નિવેદન CM ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરમાં યોજાઇ રહેલી થોરાસિક એન્ડોસ્કોપી કોન્ફરન્સ ટેસ્કોન-2020 (Tescon 2020 at Gandhinagar)માં આપ્યું હતું.
તબીબી વિજ્ઞાન જગતના આધુનિક યુગના ઋષિમૂનિઓ
CM ભૂપેન્દ્ર પટેલે વધુમાં જણાવ્યુ હતુ કે ટેસ્કોન-2020ના છત્ર નીચે તબીબી વિજ્ઞાન જગતના આધુનિક યુગના ઋષિમૂનિઓ આ પરિષદમાં માનવ જગતના સ્વાસ્થ્ય-સેવા-સારવાર માટે સમૂહ ચિંતન-મનન કરવાના છે. ચરક, સુશ્રુત, પતંજલિ જેવા પ્રાચીન ઋષિઓએ ભારતમાં આયુર્વિજ્ઞાન (Ayurveda in India)નો પાયો નાંખી રોગની સારવાર-સેવાની પરંપરા (traditional medicine in india)માં ખેડાણ કર્યુ હતું.
2 તબીબો લાઇફ ટાઇમ એચીવમેન્ટ એવોર્ડથી સન્માનિત