ગાંધીનગરઃ ખેડબ્રહ્માના ધારાસભ્ય અશ્વિન કોટવાલે શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાને અનસ્ટાર પ્રશ્ન પૂછ્યો હતો કે, રાજ્યની ગ્રાન્ટેડ અને સરકારી કોમર્સ કોલેજોમાં કેટલા પ્રાધ્યાપક, સહ પ્રાધ્યાપક તેમજ સહાયક અધ્યાપકો સરકારને જાણ કર્યા વગર લાંબા સમય સુધી ગેરહાજર છે અને તેમાંના કેટલા સામે પગલાં લેવામાં આવ્યા છે.
સતત ગેરહાજર રહેતા બે પ્રોફેસરો સામે પગલાં લેવાયા, એકને નોટિસ - સરકારી કોમર્સ કોલેજ
ખેડબ્રહ્માના ધારાસભ્ય અશ્વિન કોટવાલે શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાને અનસ્ટાર પ્રશ્ન પૂછ્યો હતો કે, રાજ્યની ગ્રાન્ટેડ અને સરકારી કોમર્સ કોલેજોમાં કેટલા પ્રાધ્યાપક, સહ પ્રાધ્યાપક તેમજ સહાયક અધ્યાપકો સરકારને જાણ કર્યા વગર લાંબા સમય સુધી ગેરહાજર છે અને તેમાંના કેટલા સામે પગલાં લેવામાં આવ્યા છે.
assembly
તેના જવાબમાં ભુપેન્દ્રસિંહે જણાવ્યું હતું કે, રાજ્યના તમામ જિલ્લાઓમાંથી અમદાવાદ અને પોરબંદરની ગ્રાન્ટેડ કોલેજના એક-એક પ્રોફેસર સતત જાણ બહાર ગેરહાજર રહેતા હતા. તેથી તેમની સામે પગલાં લેવામાં આવ્યા છે. જેમાં તેમનો પગાર બંધ કરવામાં આવ્યો છે. જેમાં અમદાવાદના પી.ટી.આર્ટસ એન્ડ કોમર્સ કોલેજના પ્રોફેસર અને પોરબંદરની ગુરુકુળ મહિલા આર્ટસ અને કોમર્સ કોલેજના પ્રોફેસર લાંબા સમય સુધી ગેરહાજર રહેતા પગાર બંધ કરવામાં આવ્યો છે.