ગાંધીનગરગુજરાત રાજ્યની આઠ મહાનગરપાલિકા 33 જિલ્લાઓ અને 56 તાલુકાઓમાં રખડતા ઢોરનો ખૂબ જ આતંક છે. લોકો રખડતા ઢોરોને કારણે મોતને ઘાટ ઉતરી ગયા છે. રાજ્ય સરકાર દ્વારા કેબિનેટ બેઠકમાં પણ રખડતા ઢોર બાબતે કડક નિર્ણય કરવામાં આવ્યો છે, તેમ છતાં પણ ગાંધીનગર શહેરમાં ઢોર પકડવા આવનારી પાર્ટીની આગોતરી જાણ કરવા માટે રુપિયા 15,000ની લાંચ લેનાર બે શખ્સોને ઝડપી પાડવામાં (ACB nabbed the bribe takers) આવ્યા છે.
કઈ રીતે લેવામાં આવતા હતા પૈસાગાંધીનગર મહાનગરપાલિકાના (Cattle nuisance Control department) નિયંત્રણ વિભાગના બે કર્મચારીઓને નહીં પકડવા અને પાર્ટી પકડવા નીકળે અને એવા વિસ્તારમાં જાય. આ ગોત્રી અમુક તત્વોને જાણ કરવામાં આવતી હતી. જેમને જાણ કરાતી હતી તેમના પાસેથી કર્મચારીઓ લાંચની માંગ કરતા હતા.
આ પણ વાંચોLIVE VIDEO : રખડતા ઢોરનો આતંક, બાઈક પર જઈ રહેલી મહિલાને લીધી અડફેટે
છટકું ગોઠવીને તેમની વિરુદ્ધ ACBની કાર્યવાહીગાંધીનગરના માલધારીએ ACBમાં (Anti Corruption bureau) કરેલ ફરિયાદ મુદ્દે ગાંધીનગરમાં માલધારીઓના કરતા પશુ અને ઢોર ડબ્બામાં નહીં પુરવા અને પાર્ટીના કર્મચારીઓ પકડવા નીકળે તો આગળથી જાણ કરી દેવા માટે પકડાયેલ આરોપી એનિમલ કેચર બે કર્મચારીઓ મનોજ ઠાકોર અને ડ્રાઇવર બંટી વાઘેલા માલધારીઓ પાસેથી એક પશુના 3000 લેખે 15000 રૂપિયાની લાંચ માંગી હતી. જે મામલે માલધારીઓએ ગાંધીનગર ACBમાં ફરિયાદ કરી હતી. છટકું ગોઠવીને તેમની વિરુદ્ધ ACBએ કાર્યવાહી પણ હાથ ધરી છે.
ઢોરવાડા મુદ્દે સરકારે કયો નિર્ણય કર્યો રાજ્ય સરકારના શિક્ષણ પ્રધાન જીતુ વાઘાણીએ મીડિયા સમક્ષ નિવેદન આપ્યું હતું કે, રાજ્યમાં રખડતા ઢોર બાબતે મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે મહત્વના નિર્ણય (Important decision on stray cattle in Gujarat)કર્યા છે. જ્યારે આજની બેઠકમાં પણ આ અંગેનો નિર્ણય પસાર કરવામાં આવ્યો છે. જે અંતર્ગત 8 કોર્પોરેશન અને 56 નગરપાલિકામાં આ નિર્ણય લાગુ કરવામાં આવશે. જેમાં જે પશુપાલકો પાસે ઢોર રાખવાની વ્યવસ્થા ના હોય તો કોર્પોરેશન અને નગરપાલિકા દ્વારા ઢોરવાડામાં પશુઓને મૂકવાની વ્યવસ્થા કરવામાં આવશે.
આ પણ વાંચોરખડતા ઢોરનો આતંકઃ વૃદ્ધનું મોત, 5 વર્ષીય બાળક ઈજાગ્રસ્ત
પશુઓના ટ્રાન્સપોર્ટ માટેની વ્યવસ્થાજ્યારે પશુઓના ટ્રાન્સપોર્ટ માટેની વ્યવસ્થા (Arrangements for transport of cattle) પણ સરકાર દ્વારા કરવામાં આવશે. તેનો ખર્ચ પણ સહકાર દ્વારા ભોગવવામાં આવશે. આ માટે રાજ્ય સરકારે 10 કરોડ રૂપિયાની જોગવાઈ પણ કરી છે. જો જે તે કોર્પોરેશન અને નગરપાલિકામાં જગ્યા ઓછી હશે, તો હંગામી ધોરણે ધોધવાડા પણ બનાવવામાં આવશે. જ્યારે જે કોર્પોરેશન અને નગરપાલિકા દ્વારા રખડતા ઢોરને પકડવાની કામગીરી પણ યથાવત જ રાખવામાં આવશે.