ગુજરાત

gujarat

ETV Bharat / city

રાજ્યમાં વર્ષ 2014થી અત્યાર સુધીમાં 1680 જેટલા આરોપીઓ પોલીસ સંકજાથી બહાર, ગૃહવિભાગ આપ્યા કડક આદેશ - About 1680 accused have been out of police custody in the state since 2014

રાજ્યમાં ગુનાખોરીને ડામવા માટે પોલીસ દ્વારા વિવિધ રીતે કાર્યવાહી કરવામાં આવે છે. જાહેર જનતાની સુરક્ષા અને કાયદો-વ્યવસ્થાની સ્થિતી કાબૂમાં રાખવા પોલીસ સતત મહેનત કરે છે. તેમ છતાં ગુજરાતમાં વર્ષ 2014થી વર્ષ 2021 દરમિયાન આચરવામાં આવેલા વિવિધ ગુનાઓના કુલ 1680 આરોપીઓ હજુ પણ પોલીસ પકડથી બહાર હોવાનું જાણવા મળ્યું છે.

રાજ્યમાં વર્ષ 2014થી અત્યાર સુધીમાં 1680 જેટલા આરોપીઓ પોલીસ સંકજાથી બહાર
રાજ્યમાં વર્ષ 2014થી અત્યાર સુધીમાં 1680 જેટલા આરોપીઓ પોલીસ સંકજાથી બહાર

By

Published : Jul 30, 2021, 8:44 PM IST

  • રાજ્યમાં છેલ્લા 5 વર્ષથી પોલીસ સંકજાથી દૂર આરોપીઓનું લિસ્ટ બહાર આવ્યું
  • રાજ્યની પોલીસને તમામ આરોપીઓ પકડવા માટે અપાઈ કડક સૂચના
  • પોલીસ દ્વારા છેલ્લા 6 વર્ષોથી નાસતા ફરતા આરોપીઓને પકડવામાં આવશે

ગાંધીનગર : ગુજરાત પોલીસના હાથ ગુનેગારોને પકડવામાં ટૂંકા પડી રહ્યાં હોવાની વિગતો સામે આવી છે. રાજ્યમાં વર્ષ 2014થી વર્ષ 2021 સુધીમાં વિવિધ ગુનામાં હજુ પણ 1680 આરોપીઓને પકડવામાં પોલીસ હાંફી ગઈ છે. જ્યારે બાકી તમામ આરોપીઓને ઝડપી પાડવા ગૃહવિભાગ દ્વારા પણ રાજ્યની પોલીસને કડક આદેશ આપવામાં આવ્યા છે.

વિસ્તાર ભાગ-1 ભાગ-2 ભાગ-3 કુલ
અમદાવાદ 210 66 91 367
અમદાવાદ ગ્રામ્ય 39 18 00 57
અમરેલી 00 00 01 01
આણંદ 21 03 10 34
અરવલ્લી 46 11 63 120
બનાસકાંઠા 16 00 06 22
ભરૂચ 03 02 02 07
ભાવનગર 02 03 02 07
બોટાદ 00 00 03 03
છોટાઉદેપુર 01 00 01 02
દાહોદ 52 09 06 77
ડાંગ 01 00 00 01
દેવભૂમિ દ્વારકા 00 00 02 02
ગાંધીનગર 17 02 08 27
ગીર સોમનાથ 03 03 07 13
જામનગર 04 02 11 17
જૂનાગઢ 00 00 01 01
ખેડા 10 00 13 23
કચ્છ-ભુજ 18 02 07 27
મહેસાણા 47 12 11 70
મોરબી 09 00 03 12
નર્મદા 01 01 01 03
નવસારી 18 02 26 46
પંચમહાલ 10 04 10 24
પાટણ 103 09 66 178
પોરબંદર 05 02 02 09
રાજકોટ શહેર 04 02 14 20
રાજકોટ ગ્રામ્ય 14 03 06 23
સાબરકાંઠા 27 05 13 45
સુરત શહેર 139 07 04 150
સુરત ગ્રામ્ય 01 01 17 19
સુરેન્દ્રનગર 03 00 05 08
તાપી 01 01 05 07
વડોદરા શહેર 08 00 04 12
વડોદરા ગ્રામ્ય 06 01 03 10
વલસાડ 71 120 89 270

સમયાંતરે સ્પેશિયલ ડ્રાઈવનું કરવામાં આવે છે આયોજન

રાજ્ય પોલીસ દ્વારા અમુક સમયના અંતરે સ્પેશિયલ ડ્રાઇવનું પણ આયોજન કરવામાં આવે છે જેમાં પ્રોહીબિશન ડ્રાઈવ, મિસિંગ ચાઈલ્ડ ડ્રાઈવ જેવી વિવિધ ડ્રાઈવ યોજીને ગુના બનતાં અટકાવવા રાજ્ય પોલીસના અધિકારીઓ યોજનાઓ તો બનાવે છે. જ્યારે રાજ્યના અનેક એવા વિસ્તારો છે કે, જ્યાં સાંસ્કૃતિક પરંપરા જાળવવી જરૂરી હોય છે. ત્યારે આવા વિસ્તારોના આરોપીઓને પકડી પાડવા માટે લોકમેળાનો પણ સહારો લેવામાં આવે છે.

ABOUT THE AUTHOR

...view details